ખંભાળિયા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઈસુદાન ગઢવીની હાર, ભાજપના મુળુભાઈ બેરાની જીત.
વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની જીત થઇ તો કોંગ્રેસ અને AAPના ઉમેદવારની કારમી હાર થઇ છે.
- Advertisement -
રાધનપુર બેઠકના ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરની જીત. તો માણાવદર બેઠકના ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાની હાર અને કોંગ્રેસ ઉમેદવાર અરવિંદ લાડાણીની જીત.
AAPએ ગુજરાતમાં ખાતું ખોલ્યુંઃ વિસાવદરના ઉમેદવાર ભૂપેન્દ્ર ભાયાણીની જીત.
ગુજરાતમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ, મહેમદાવાદના ભાજપના ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણની જીત.
- Advertisement -
કુતિયાણામાં સતત ત્રીજીવાર કાંધલ જાડેજાની જીત, સમાજવાદી પાર્ટીમાંથી લડ્યા હતા ચૂંટણી.
ગુજરાતમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત માટે PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CM ભૂપેન્દ્ર પટેલને પાઠવી શુભેચ્છા.
ખંભાળિયામાં ભાજપ ઉમેદવાર 7956 મતથી આગળ, અમદાવાદમાં ભાજપ રેકોર્ડ જીત તરફ આગળ.
12 વાગ્યાના વલણમાં ભાજપ 154 બેઠકો પર આગળ, કોંગ્રેસ 17, AAP 6 અને અન્ય 5 બેઠકો પર આગળ.
કચ્છની તમામ 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ, કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજા 12,773 મતથી આગળ.
અમદાવાદમાં ભાજપ રેકોર્ડબ્રેક જીત તરફ છે. અમદાવાદમાં ભાજપની સાત બેઠકો પર જીત જોવા મળી રહી છે. અમદાવાદમાં કોંગ્રેસની માત્ર એક બેઠક પર જ જીત થઇ છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 13 બેઠકો પર ભાજપ આગળ છે. અમદાવાદમાં ધાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જીત થઇ છે તો શહેરની નારણપુરા, વેજલપુર, સાબરમતી, નિકોલ અને એલિસબ્રિજ પર ભાજપની જીત થઇ છે. અમદાવાદમાં માત્ર જમાલપુર બેઠક પર જ કોંગ્રેસ જીતી શકી છે. જમાલપુર બેઠક પરથી ઈમરાન ખેડાવાલાની જીત થઇ છે.
વડોદરા શહેર, માંજલપુર, રાવપુરા, સંયાજીગંજ, અકોટા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત, સુરેન્દ્રનગર-વઢવાણ બેઠક પર ભાજપના જગદીશ મકવાણાની જીત.
રાજકોટમાં ભાજપનો દબદબોઃ રાજકોટ દક્ષિણ બેઠક પર રમેશ ટીલાળાની જીત, રાજકોટ પશ્ચિમ બેઠક પર દર્શિતા શાહની જીત, રાજકોટ ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરિયાની જીત.