ગુજરાતમાં ચાલી રહેલી બીજા તબક્કાની ચૂંટણીમાં યુસુફ પઠાણ, ઈરાન પઠાણે વોટ આપ્યો હતો તો પહેલા તબક્કામાં રવિન્દ્ર જાડેજાએ પણ વોટ આપ્યો હતો.
ગુજરાતમાં હાલમાં બીજા તબક્કાની ચૂંટણી ચાલી રહી છે. લોકો ઉત્સાહથી વોટિંગમાં ભાગ લઈ રહ્યાં છે તો પછી પૂર્વ ક્રિકેટરો પણ કેવી રીતે પાછળ રહી શકે. વડોદરામાં પઠાણ બંધૂઓ, યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણે પરિવાર સાથે વોટ આપ્યો હતો.
- Advertisement -
Former Indian cricketers Yusuf Pathan and Irfan Pathan along with their family members cast their votes at a polling booth in Vadodara for the second phase of #GujaratAssemblyPolls
"I appeal to people to come out and vote," says former Indian Cricketer Yusuf Pathan pic.twitter.com/jf4uhySB9P
— ANI (@ANI) December 5, 2022
- Advertisement -
વોટિંગ બાદ શું બોલ્યાં ઈરફાન પઠાણ
વોટિંગ બાદ પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે કહ્યું કે વોટ આપવો આપણી જવાબદારી અને હક છે. મારી જાણમાં આવ્યું છે કે અત્યાર સુધી ફક્ત 60 ટકા મતદાન થયું છે તેથી હું લોકોને વધારેમાં વધારે બહાર આવીને વોટિંગ વધારવાની અપીલ કરુ છું. મને આશા છે કે આગામી સમયમાં આપણો દેશ સુપરપાવર બની જશે કારણ કે આપણી પાસે વધારે યુવાધન હશે.
Former Cricketer Nayan Mongia casts his vote in Vadodara's Akota. Seemaben Akshaykumar Mohile of BJP is contesting against Ranjit Sharadchandra Chavan of Congress here. #GujaratElection2017 pic.twitter.com/Euyyu1NwTY
— ANI (@ANI) December 14, 2017
નયન મોંગિયાએ પણ પત્ની સાથે આપ્યો વોટ
પૂર્વ ભારતીય ક્રિકેટર નયન મોંગિયાએ પણ પત્ની સાથે વડોદરાના આકોટા વિસ્તારમાં વોટ આપ્યો હતો અને બધાને વોટ આપવાની અપીલ કરી હતી.
રવિન્દ્ર જાડેજાએ પહેલા તબક્કામાં કર્યું હતું મતદાન
ઉલ્લેખનીય છે ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણીમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં મતદાન કર્યું હતું. જાડેજાની પત્ની રિવાબા જાડેજા જામનગર ઉત્તરથી ભાજપના ઉમેદવાર છે.