ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
- Advertisement -
આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર સવારના 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યના 14 જિલ્લાના 26 હજાર 409 મતદાન મથકો પર મતદાન શરૂ થયું છે. જેમાં 8,533 શહેરી મતદાન મથકો અને 17 હજાર 876 ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકોનો સમાવેશ થાય છે. આજે 14 જિલ્લાના 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારો સહિત કુલ 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. આગામી 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
મહીસાગર જિલ્લામાં મહિલાઓમાં મતદાનને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાની લુણાવાડા વિધાનસભા બેઠક માટે ગ્રામ્ય મતદારમાં મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓ ઘરકામ પતાવી મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચી હતી.
અંતિમ ચરણના મતદાનમાં દસકોઈ તાલુકાના ભાત ગામે મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે. ગામના કુલ 4700 મતદારોની સામે 2700 વોટિંગ થયું છે. ગામમાં અંતિમ ચરણમાં મતદાન મથક સુના બન્યા છે. એકલ-દોકલ ગ્રામજનો મતદાન કરવા આવી રહ્યા છે.
- Advertisement -
રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. મતદાન પૂર્ણ થવામાં દોઢ કલાકનો સમય બાકી છે, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે મતદાન કર્યું છે. વડોદરામાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણે પરિવારના સભ્યો સાથે મતદાન કર્યું છે.
વડોદરાના રાજમાતા શુભાંગીનીદેવી ગાયકવાડે દાંડિયા બજાર સરકારી ટેકનિકલ સ્કૂલ ખાતે મતદાન કર્યું, મતદાન કર્યા બાદ તેઓએ જણાવ્યું કે, દરેકે મતદાન અવશ્ય કરવું જોઈએ.
Gujarat | Erstwhile royal Rajmata Shubhanginiraje Gaekwad, cast her vote at a polling booth in Vadodara.
She says, "Voting is our right. I appeal to everyone to exercise their franchise. There is no right without responsibility."#GujaratAssemblyPolls pic.twitter.com/AYz4TuJ4Nz
— ANI (@ANI) December 5, 2022
વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેવામાં બોચાસણમાં BAPS સંસ્થાના સંતોએ બોચાસણ ખાતે મતદાન કર્યુ હતું. આ સાથે મતદાન બાદ સંતોએ લોકશાહીના ઉત્સવમાં કામ ધંધો છોડી મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવા અપીલ પણ કરી હતી.
કપડવંજના ચરેડમાં ભાજપના ઉમેદવાર રાજેશ ઝાલાએ મતદાન અટકાવ્યું છે. ચરેડ બુથ 3ના EVMમાં કોંગ્રેસે નિશાન કર્યું હતું અને આ નિશાન આધારે મતદારોને મત નાખવા સૂચન કરાતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ભાજપ ઉમેદવારે ઘટના સ્થળે પહોંચી ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે. કપડવંજ વિધાનસભા ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે.
બીજા તબક્કામાં બનાસકાંઠા જિલ્લાના વાવના ઢીમાં ગામે સ્લો વોટિંગ થતું હોવાની ફરિયાદ ઉઠી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સવારથી લાઈનમાં ઉભેલા લોકોનો અત્યારે વારો આવ્યો છે. ખૂબ જ ધીમું મતદાન થતું હોવાથી લોકો પરેશાન છે.
3 વાગ્યા સુધી રાજ્યમાં 50.51% મતદાન
સૌથી વધુ છોટાઉદેપુરમાં 47% મતદાન
સૌથી ઓછુ મહીસાગર જિલ્લામાં 38% મતદાન
અમદાવાદ જિલ્લામાં 39% મતદાન
બનાસકાંઠા જિલ્લામાં 47% મતદાન
પાટણ જિલ્લામાં 43% મતદાન
મહેસાણા જિલ્લામાં 45% મતદાન
સાબરકાંઠા જિલ્લામાં 47% મતદાન
અરવલ્લી જિલ્લામાં 46% મતદાન
ગાંધીનગર જિલ્લામાં 45% મતદાન
આણંદ જિલ્લામાં 46% મતદાન
ખેડા જિલ્લામાં 45% મતદાન
મહિસાગર જિલ્લામાં 38% મતદાન
પંચમહાલ જિલ્લામાં 45% મતદાન
દાહોદ જિલ્લામાં 43% મતદાન
વડોદરા જિલ્લામાં 43% મતદાન
છોટાઉદેપુર જિલ્લામાં 47% મતદાન