વિષય : રાજકોટ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી અમૃતમ કાર્ડની કામગીરી બંધ છે તે સત્વરે ચાલુ કરવા અને દર્દીનારાયણને સત્વરે લાભ મળી રહે તે પ્રકારની સત્વરે કામગીરી કરાવવા અને કોરોના દર્દીઓની ટ્રીટમેન્ટમાં આ યોજનાનું કાર્ડ ઉપયોગમાં લેવાની જાહેરાતનું પાલન ન થવા બાબતે.
સંદર્ભ : છેલ્લા ઘણા દિવસોથી મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ કાઢવાની કામગીરી ઠપ્પ હોવાના અનુસંધાને.
- Advertisement -
જયભારત સાથ ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવવાનું કે મુખ્યમંત્રી અમૃતમ યોજના કાર્ડ કાઢવાની કામગીરી ખાનગી એજન્સીને ટર્મિનેટ કરવાને કારણે સમગ્ર રાજ્યમાં કામગીરી બંધ થયેલ છે તેવું અમોને અલગ અલગ માધ્યમોથી જાણવા મળ્યું છે.
પણ કોઈ એજન્સીને ટર્મિનેટ કરવાના કારણે કામગીરી બંધ થઇ હોય તો આ સરકારની નિષ્ફળતા છે અને સરકાર બીજી કોઈ એજન્સી મારફત કામગીરી કરાવી શકતી નથી તે પણ સરકારની નિષ્ફળતા છે.
સરકારની આ નિષ્ફળતાને કારણે હાલમાં ઘણા બધા દર્દીનારાયણને હેરાન-પરેશાન થવું પડ્યું છે, અનેક લોકોને આ યોજનાનો લાભ મળ્યો ન હોવાથી નાના-મોટા ઓપરેશન, દાકતરી સેવાનો લાભ, મળ્યો નથી તેમજ દર્દીઓમાં ભારે દેકારો બોલી ગયો છે, રાજકોટ શહેરમાં ૫ આરોગ્ય કેન્દ્રમાં આ યોજનાના કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવતી હતી અને રોજના ૪૦૦ થી ૫૦૦ લોકોના કાર્ડ કાઢવામાં આવતા હતા આ કામગીરી બંધ થતા ભારે દોડધામ મચી જવા પામી છે ત્યારે કોરોના કાળમાં રાજ્ય સરકારે આ યોજનાનું કાર્ડ ચલાવવા રાજ્ય સરકારે આદેશ કર્યા હોય અને સારવાર નિ:શુલ્ક કરવામાં આવશે તેવી જાહેરાત પણ સરકાર દ્વારા અને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલ છે, ત્યારે રાજકોટ શહેરની ઘણી હોસ્પિટલોમાં આ યોજનાનું કાર્ડ ચાલવામાં આવતું નથી અને કોરોનાના દર્દીઓએ સ્વખર્ચે જ ટ્રીટમેન્ટ લેવી પડે છે જેવી અનેક મૌખિક રજુઆતો મળેલ છે.
- Advertisement -
આપની સરકાર દ્વારા મોટીમોટી જાહેરાતો કરવામાં આવેલ હતી કે નીચે મુજબની વિવિધ હોસ્પિટલમાં કોરોના ટ્રીટમેન્ટ આપવામાં આવશે જે જાહેર કરવામાં આવેલી હોસ્પિટલોમાં રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરની વેદાંત હોસ્પિટલમાં પણ આ યોજના સંદર્ભે કોઈ જ સારવાર દેવામાં આવતી નથી તો અન્ય હોસ્પિટલોમાં કેવી રીતે સારવાર થતી હશે ? જે બાબતે આ કાર્ડમાં મળવાપાત્ર કોરોના ટ્રીટમેન્ટ સત્વરે શરુ કરવામાં આવે જેથી નાના અને ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના લોકો આ યોજનાનો લાભ લઇ સ્વસ્થ થઇ શકે, મુખ્યમંત્રી અમૃતમ યોજનાના કાર્ડ કઢાવવાની પ્રક્રિયા તુરંત શરુ કરી દેવામાં આવે અને કોરોના દર્દીઓની ટ્રીટમેન્ટમાં આ યોજનાના કાર્ડ ચલાવવામાં શરુ કરવામાં આવે તેવો રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી, આરોગ્ય સચિવશ્રી દ્વારા આદેશ કરવામાં આવે અને રાજકોટની જનતાને ક્યાય હેરાન-પરેશાન ન થવું પડે તે પ્રકારની વ્યવસ્થા કરવા અમો વિનંતી કરીએ છીએ…
આપના વિશ્વાસું,
મહેશભાઈ રાજપૂત
પૂર્વ પ્રમુખ
રાજકોટ શહેર કોંગ્રેસ
ભાનુબેન સોરાણી
વિરોધપક્ષના નેતા
રાજકોટ મહાનગરપાલિકા



