ખાસ-ખબર સંવાદદાતા
જીએસટી કાઉન્સિલ બેઠકમાં ગઈકાલે એમ.એસ.એમ.ઈ માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. સત્તાવાર રીતે જાહેર થયા મુજબ હવે નાના કારોબારીઓ પોતાના રાજ્યની અંદર જીએસટી રજીસ્ટ્રેશન વગર જ કારોબાર કરી શકશે. જોકે તેમાં એવો નિયમ રાખવામાં આવ્યો છે કે વાર્ષિક રૂપિયા 40 લાખ સુધીનો કારોબાર કરનારી કંપનીઓને જ રાહત મળશે અને આ પ્રકારની ચોખવટ મહેસુલ સચિવ તરુણ બજાજ દ્વારા કરવામાં આવી છે. આ પ્રકારની નાની કંપનીઓ રજીસ્ટ્રેશન વગર ઓનલાઇન વ્યવસાય કરી શકશે.
- Advertisement -
આ નિર્ણય લેવાયો તે પહેલા ઓનલાઇન કારોબાર કરવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હતું પરંતુ હવે કેટલીક શરત સાથે જીએસટી રજીસ્ટ્રેશનમાંથી નાના વેપારીઓને મુક્તિ આપવામાં આવી છે અને છેલ્લા લાંબા સમયથી આ પ્રકારની માગણી કરવામાં આવી રહી હતી અને લતિં કાઉન્સિલની બેઠકમાં તેના પર ગંભીરતાથી મંત્રણા કરવામાં આવી હતી.