સંયુક્ત રાજ્ય વેરા કમિશનરે વેપારીઓને જીએસટી અંગે આપ્યું માર્ગદર્શન
હળવદ શહેરના વેપારીઓને જીએસટીમાં પડતી મુશ્કેલીઓ બાબતે વેપારી મહામંડળ અને ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા સમસ્યાઓ દૂર કરવા આજે જીએસટી માર્ગદર્શન સેમિનાર અને સ્નેહમિલન સમારોહનું આયોજન શહેરના સરસ્વતિ શિશુ મંદિરના હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વેપારીઓએ સેમિનારનો લાભ લીધો હતો તો સાથે જીએસટી કમિશનરે સરળ ભાષામાં જીએસટી વિશે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
- Advertisement -
વેપારીઓને મુંઝવતા પ્રશ્નો અંગે વેપારી એસોસિએશનના પ્રમુખ વિનુભાઈ પટેલ અને ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ ઘનશ્યામ દવે આયોજિત જીએસટી માર્ગદર્શન સેમિનાર અને સ્નેહમિલનમાં આજે મુખ્ય વક્તા તરીકે સંયુક્ત રાજ્ય વેરા કમિશનર આર.પી.રાવલે સરળ ભાષામાં કોને જીએસટી લેવો પડે, શા માટે લેવો પડે અને તેની જરૂરિયાત વિશે વેપારીઓને માહિતગાર કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં વેપારી મહામંડળ અને સદસ્યો સહિત ચેમ્બર્સ ઓફ કોમર્સના સદસ્યો તેમજ વિવિધ વિભાગના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યાં હતા.