ગત વર્ષની સરખામણીમાં સપ્ટેમ્બર માસમાં GST આવકમાં વધારો
તહેવારો પૂર્વેની બજારોની સુસ્તી જવાબદાર હોવાનો સંકેત : હવે ડિસેમ્બર સુધીમાં ફરી બે લાખ કરોડના આંકડાને વટાવી જાય તેવી ધારણા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દેશમાં ટેકસ કલેકશનમાં સરકાર માટે સતત સારા સમાચાર મળી રહ્યા છે પરંતુ જીએસટીમાં સપ્ટેમ્બર માસમાં સરકારને કુલ આવક રૂા.1.73 લાખ કરોડ નોંધાઈ છે જે છેલ્લા 39 મહિનાની સૌથી નીચુ કલેકશન ગણાયુ છે.ઓગષ્ટ માસમાં જે જીએસટી આવક રૂા.1.75 લાખ કરોડ નોંધાઈ હતી અને અગાઉના માસ કરતા 10 ટકા સુધી જોવા મળી હતી તે હવે માઈનસ 6.5 માં ફેરવાઈ ગઈ છે. જો કે એક વર્ષ પહેલા સપ્ટેમ્બર માસની આવક રૂા.1.65 લાખ કરોડ હતી તેની સરખામણીએ આ વર્ષની સપ્ટેમ્બર માસની વધુ રહી છે.ગઈકાલે જાહેર થયેલા આંકડામાં ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટીનુ કુલ કલેકશન રૂા.10.87 લાખ કરોડ નોંધાયુ છે. જો કે સપ્ટેમ્બર માસમાં જીએસટીની આવક ઘટવા પાછળ તહેવારો પૂર્વેની બજારમાં સુસ્તીને કારણ ગણવામા આવે છે.
સપ્ટેમ્બર માસમાં ભાદરવા સહિતના મહિનાના કારણે નવા પ્રોજેકટ કે બજારમાં ખરીદીને બ્રેક લાગી ગઈ હતી પરંતુ હવે ઠેઠ ડીસેમ્બર માસ સુધીમાં જીએસટી આવક ફરી એક વખત બે લાખ કરોડથી વધી જાય તેવી શકયતા દર્શાવાઈ રહી છે. આ માસમાં જ જીએસટી અંગે ગ્રુપ ઓફ મીનીસ્ટર્સની બેઠક મળી રહી છે અને તેમાં જીએસટીના સ્લેબોમાં ફેરફાર કરવા અને અનેક ઉત્પાદનો તથા સેવાઓ પર જીએસટીના દર ઘટાડવા પર વિચારણા થશે અને તેનો અમલ નવેમ્બર માસથી થાય તેવી ધારણા છે.