રાજ્યનો 22% ભાગ ગંભીર ભૂસ્ખલન ઝોનમાં, કેદારનાથ રૂટ પર 51 ડેન્જર ઝોન
આ ચોમાસાની ઋતુમાં 120 લોકોના મોત થયા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઉત્તરાખંડના પર્વતો પર હવે ગંભીર જોખમ છે. ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (ૠજઈં) ના હાલના અહેવાલ મુજબ, રાજ્યનો આશરે 22% ભાગ હાઈ ભૂસ્ખલન ઝોનમાં છે. તેમાં ચમોલી, રુદ્રપ્રયાગ, ટિહરી અને ઉત્તરકાશી જિલ્લાઓનો સમાવેશ થાય છે, જ્યાં આશરે 15 લાખ લોકો રહે છે. દર વર્ષે, નવી-નવી તિરાડો, તૂટી પડતા રસ્તાઓ અને નદીઓમાં પુર આફતનો સંકેત આપે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે રાજ્યનો 32% ભાગ મધ્યમ જોખમમાં છે અને 46% ભાગ ઓછો જોખમમાં છે. આનો અર્થ એ થયો કે લગભગ આખું રાજ્ય ભૂસ્ખલનના જોખમમાં છે. સંસદમાં રજૂ કરાયેલા ભૂસ્ખલન અંગેના તેના અહેવાલમાં, ૠજઈંએ 91,000 ભૂસ્ખલનનો ડેટા એકત્રિત કર્યો છે.
કેદારનાથની યાત્રા પણ અત્યંત જોખમી બની ગઈ છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં, હાઇવે પર 51 ડેન્જર ઝોન બની ગયા છે, જેમાંથી 13 આ વર્ષે ચોમાસામાં બન્યા હતા.
આ ચોમાસાની ઋતુમાં, રાજ્યને 3,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે, 120થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને 150 ગુમ થયા છે. 5,000થી વધુ ઘરોને નુકસાન થયું છે. નિષ્ણાતો કહે છે કે આ વિસ્તારોમાં ઓલ-વેધર રસ્તાઓ, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ અને બેફામ બાંધકામોના નિર્માણને કારણે જોખમ વધી રહ્યું છે.
ભૂસ્તરશાસ્ત્રી ડો. એસ.પી. સતી કહે છે, ‘વિકાસ યોજનાઓનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન જરૂરી છે. હિમાચલ પ્રદેશનો 29% ભાગ પણ ભૂસ્ખલનના ગંભીર જોખમમાં છે. લદ્દાખ અને નાગાલેન્ડના 21-21%ના ભાગો પર સમાન જોખમ તોળાઈ રહ્યું છે. રિપોર્ટમાં સંવેદનશીલ વિસ્તારોને ઓળખવા અને ઝોનિંગ નિયમો હેઠળ તેમને વિકસાવવા અને ઢોળાવને સ્થિર કરવા માટે પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે.’
ઉત્તરાખંડને આ પરિસ્થિતિ તરફ દોરી ગયેલા મુખ્ય 14 કારણો
1. પર્વતોના ખડકો નબળા અને તૂટેલા હોય છે, તેથી તે ખૂબ જ ઝડપથી સરકી જાય છે.
2. ખૂબ ભારે અથવા લાંબા સમય સુધી વરસાદને કારણે, માટી પાણીથી લપસણી બની જાય છે.
3. વાદળ ફાટવાથી અને થોડા જ સમયમાં ભારે વરસાદથી ઢોળાવ તૂટી જાય છે.
4. રસ્તો બનાવવા માટે પર્વતને ઊભો કાપવાથી ઢાળ અસ્થિર બને છે.
5. જ્યારે નદીઓ નીચેથી કાંઠાનું ધોવાણ કરે છે, ત્યારે ઉપરની જમીન તૂટી પડે છે.
6. બાંધકામનો કાટમાળ ઢાળ પર નાખવાથી વજન વધે છે અને પાણીનો પ્રવાહ અવરોધાય છે.
7. જેગલ કાપવાને કારણે, વૃક્ષોના મૂળ બચતા નથી અને જમીનની પકડ નબળી પડી જાય છે.
8. વારંવાર નાના ધરતીકંપોને કારણે ઢાળ ઢીલો પડી જાય છે.
9. ઊંચાઈએ બરફ (ઠંડી અને ગરમી) થીજી જવાથી અને પીગળવાથી ખડકોમાં તિરાડો વધે છે.
10. જો ઢોળાવ પર પાણી યોગ્ય રીતે વહેતું નથી, તો માટી ભીની થઈ જાય છે અને ધોવાઈ જાય છે.
11. બિનઆયોજિત ભારે ઇમારતો, હોટલો અને પાર્કિંગથી ઢોળાવ પર વધુ પડતો બોજ નાખે છે.
12. ખાણકામ, બ્લાસ્ટિંગ અને ટનલિંગને કારણે જમીન ધ્રુજે છે અને તૂટે છે.
13. જળવિદ્યુત પ્રોજેક્ટ્સ સ્થાનિક ભૂગર્ભજળ અને ઢાળની સ્થિતિમાં ફેરફાર કરે છે.
14. વાતાવરણમાં પરિવર્તનને કારણે ભારે વરસાદની ઘટનાઓમાં વધારો થયો છે.