સમૂહ લગ્નોત્સવમાં લોકડાયરો યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
- Advertisement -
રાજકોટના આંગણે ડ્રીમલેન્ડપાર્ટી પ્લોટ ગ્રુપ દ્વારા પિતાવિહોણી સર્વે જ્ઞાતિઓની 51 દીકરીઓના 11માં ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 23-3-24 ને શનિવારે સાંજે ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ ગ્રુપ, આશારામ આશ્રમ સામે, કણકોટ રોડ, રાજકોટ ખાતે સર્વે જ્ઞાતિની 51 દીકરીઓના 11માં સમૂહલગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ ગ્રુપના રમેશભાઈ ફુલાભાઈ રીબડીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર સમુહલગ્ન અને લોકડાયરાનું આયોજન થનાર છે જેને લઈને સમગ્ર ટીમ દ્વારા રાત દિવસ એક કરીને કામગીરી કરવામાં આવી રહી છે.
સમુહલગ્નમાં જાન આગમન તા. 23 ને શનિવારે સાંજે 5 કલાકે, હસ્તમેળાપ સાંજે 8-30 કલાકે, લોકડાયરો રાત્રે 9-30 કલાકે યોજાશે. લોકડાયરાના કલાકારો જયમંત દવે, દાસ શ્યામ, શીતલબેન પટેલ, મયંક બારોટ, રીના ઠક્કર અને દક્ષા પટેલ, જ્યારે દીકરીઓને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેનાર સાધુ-સંતોમાં ઈન્દ્રભારતી બાપુ જૂનાગઢ, માધવપ્રિયદાસજી સ્વામી હિંદુ ધર્મસેના, રાજેન્દ્રદાસજીબાપુ તોરણીયા, ભાસ્કરાનંદબાપુ જામખંભાળીયા, સ્વામી ધર્મવત્સલજી મહારાજ રીબડા ઉપસ્થિત રહેશે. આ તકે ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે રમેશભાઈ રીબડીયા, સંજયભાઈ જોશી, ઓમ વીરડીયા, અનીલભાઈ માવાણી, કિશોરભાઈ સોજીત્રા, યોગેશભાઈ સાકરીયા, પંકજભાઈ સખીયા, પ્રવીણભાઈ સખીયા, રાજનભાઈ સખીયા આવ્યા હતા.