100 જેટલા પ્રશ્ર્નોની ચર્ચા
ખાસ-ખબર સંવાદદાતા
આવતીકાલે રાજકોટ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાશે. જેમાં પ્રજાના પ્રતિનિધિઓ તેમજ પ્રાંત અધિકારીઓ, ડેપ્યુટી કલેકટરો અને મામલતદારો તથા સાંસદ, ધારાસભ્યો ઉપસ્થિત રહેશે અને પ્રજાના પ્રશ્ર્નો રજૂ કરી તેને ઉકેલવાની ચર્ચા કરશે. અહીં એ ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં 100 જેટલા પ્રશ્ર્નો મૂકવામાં આવશે. જેમાં મહત્તમ પ્રશ્ર્નો ધારાસભ્ય કુંવરજી બાવળીયાના છે. આમ આવતીકાલે રાજકોટ જિલ્લાના તમામ વિવિધ પડતર પ્રશ્ર્નો ઉકેલવાની ચર્ચા થશે.