ગ્રીન પાલક પંજાબી અને ચાઈનીઝને ત્યાં અખાદ્ય મંચુરિયન અને સોસનો વાસી જથ્થો નાશ કરતી ફૂડ શાખાની શાખા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મંચુરિયન ખાવાના શોખીનો મંચુરિયન ખાતા પહેલાં વિચારજો કેમ કે ગ્રીન પાલક પંજાબી એન્ડ ચાઈનીઝ રેસ્ટોરામાં વાસી મંચુરિયન મળે છે. રાજકોટ મહાનગરપાલિકા સર્વેલન્સ ચેકીંગ દરમિયાન પટેલ વાડી સામે ભાવનગર રોડ પાસે આવેલા ગ્રીન પાલક પંજાબી એન્ડ ચાઈનીઝ પેઢીની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મંચુરિયન તથા સોસનો કુલ મળીને 9 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલો હતો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા હાઈજેનિક કંડીશન જાળવવા તથા લાઈસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકીંગ દરમિયાન શહેરના બોલબાલા માર્ગ તથા ગોંડલ રોડ પીડીએમ કોલેજ સામેના વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ 38 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
જેમાં 19 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઈવ કરવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 35 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી, જેમાં કિસ્મત ભૂંગળા બટેટા, ભૂદેવ નાસ્તા સેન્ટર, ક્રિષ્ના ફેન્સી ઢોસા, ગુરુનાનક પ્રોવિઝન સ્ટોર, બાપા સીતારામ કોલ્ડ્રિંક્સ, જય સિયારામ ફરસાણ, સદ્ગુરુ સીંગ, તનિશા પ્રોવિઝન સ્ટોર, માડી જોકર ગાંઠીયા, દિલ્લીવાલે છોલેભટૂરે, જય બાલાજી દાળ પકવાન, શ્રીસાંઈ દાળ પકવાન, શ્રીસાંઈ મદ્રાસ કાફે, મારુતી દાળ પકવાન, બાલાજી મદ્રાસ કાફે, તિરુપતિ મદ્રાસ કાફે, જય અંબિકા દાળ પકવાન, જય અંબિકા મદ્રાસ કાફે અને શ્રી યદુનંદન વડાપાઉં સહિતનાને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા વિશાલ દાળ પકવાન, ભાગ્યલક્ષ્મી રેસ્ટોરન્ટ, શિવમ પ્રોવિઝન સ્ટોર, ક્રિષ્ના જાંબુ સેન્ટર, પટેલ બેકરી, સીતારામ વિજય ડેરી ફાર્મ, ભગવતી રેસ્ટોરન્ટ, શિવમ ડેરી ફાર્મ, શ્રી તિરુપતિ ડેરી ફાર્મ, બાલાજી ફરસાણ, વિવેક આઈસ્ક્રીમ, બાલાજી દાળ પકવાન, ભવાની દાળ પકવાન, પટેલ ફરસાણ, પટેલ પુરીશાક, રાજમંદિર રેસ્ટોરન્ટ, સંગીતા રેસ્ટોરન્ટ, મહાવીર ફરસાણ, કેવલ ફરસાણની ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
આ ઉપરાંત ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ પનીર નંદનવન ડેરી ફાર્મ, મિક્સ દૂધ શ્રીનાથજી ડેરી ફાર્મ, ગીર માધવ સ્વીટ માવા, ખોડીયાર ડેરી ફાર્મ અને દહીં ખોડીયાર ડેરી ફાર્મ પરથી નમૂના લેવામાં આવ્યા હતા.