નમણી નાજુક કોથમીર આપણા શરીરમાં ઘર કરી ગયલા ધાતુઓના વિષની સાથે કુસ્તિ કરી તેને નિર્મૂળ કરવાની ક્ષમતા ધરાવે છે
કોથમીર ઉફે સીલોંત્રા એટલે કે કોરીઆન્ડર એટલે કે ધનિયા એટલે કે ધાણભાજી એટલે કે…..કોથમીર… યસ કોથમીરને કોણ નહી ઓળખતું હોય…? હા, આપણામાંથી કોઈ તેના નામથી અપરિચિત ન જ હોય શકે કારણ કે આ કોથમીરને માનવજાતની સ્વાદ ભૂખ સંતોષતા અને તેના સ્વાસ્થ્યનું રક્ષણ કરવામાં કમ સે કમ સાડા આઠ હજાર વર્ષ જેટલો સમય વીતી ગયો છે. તે એપિયાકેક પરિવારનો વનસ્પતિ છોડ છે અને તેને ચાઈનીઝ પાર્સલી તરીકે પણ ઓળખવામાં આવે છે. કોથમીરનું મૂળ વતન ભૂમધ્ય દેશો હોવાનું કહેવાય છે. ઇજિપ્ત ઇઝરાયેલના પ્રાચીન સાહિત્યમાં અનેક જગ્યાએ તેનો ઉલ્લેખ છે. મેક્સિકોમાંથી પ્રાપ્ત અનેક પ્રાચીન અવશેષોમાં તેના અસ્તિત્વના પુરાવા મળ્યા છે. ઈજીપ્તના પિરામિડોમાં પણ મમી ની સાથે આ કોથમીર મૂકવામાં આવતી હતી. તેમાંથી ખાસ પ્રકારના ઓઇલ બનાવીને પ્રાચીન ગ્રીસમાં તેનો ઉપયોગ સુગંધી અત્તરનાં નિર્માણ માટે કરવામાં આવતો હતો. રોમન પ્રજાજનો માંસના ભોજનમાંથી માંસની ,। ઢાંકી દેવા તેનો ઉપયોગ કરતા હતા. જો કે કોથમીર સ્વાદ અને સુગંધ અને રૂપના એક સુંદર સમન્વયથી ઘણી વિશેષ હસ્તી છે. તેના ઔષધીય ગુણો તેના ચમકદાર ઘેરા લીલા રંગ અને અલૌકિક સુગંધથી વધુ ઊંડે સુધી પહોચવાની ક્ષમતા ધરાવે છે! નમણી નાજુક કોથમીર આપણા શરીરમાં ઘર કરી ગયેલ ધાતુઓના વિષની સાથે કુસ્તી કરી તેને નિર્મૂળ કરવાની ક્ષમતા ધરાવે છે. તેનામાં ડાયાબિટીસ જેવા ઉપદ્રવને નિયંત્રણમાં લાવવાની સંભાવનાઓ છે. સામાન્ય માણસને કદાચ વિચાર આવે કે શરીરમાં વળી હેવી મેટલ નો આટલો મોટો ભરાવો કેવી રીતે થઇ જાય કે તેની ટોકસિક અસરો શરીરમાં સર્વત્ર વ્યાપી જાય અને તેના નિકાલની વાત એક સમસ્યા બની રહે? હેવી મેટલ આપણું શરીર સ્વીકારતું નથી પણ આપણા શરીરમાં તે અનેક રીતે ઘૂસી જાય છે. નમણી નાજુક કોથમીર તેને મારી હટાવવા સક્ષમ છે. આવી ધાતુઓ આપણા શરીરમાં અનઓર્ગેનિક ફૂડ દ્વારા, કૂવા બોર કે અસલામત પ્રકારના સ્ત્રોતમાંથી પીવાના પાણી દ્વારા, પાણીના અસલામત પુરવઠ દ્વારા, ખોરાકમાં માછલીના વધુ પડતાં ઉપયોગના દ્વારા ડિઓડોરન્ટ્સના ઉપયોગના કારણે, ધૂમ્રપાન કે પરોક્ષ ધૂમ્રપાન દ્વારા, એલ્યુમિનિયમના વાસણમાં રસોઈના કારણે તેમજ એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરેલી ખાદ્ય સામગ્રી દ્વારા, એસિડિટ ની દવાઓ અને વેક્સિનના કારણે અને દાંતમાં મેટલ ફિલીંગ થકી પહોંચે છે. આ ધાતુઓ કેન્સર, હૃદયરોગ, મસ્તિષ્કની બીમારીઓ, ભાવનાત્મક અસમતુલા, કિડનીના રોગ, ફેફસાના રોગ અને નબળા હાડકા સહિતની અનેક ગંભીર આરોગ્ય સમસ્યાઓ પેદા કરે છે. કોથમીરના રાસાયણિક સંયોજનો ઝેરી ધાતુઓને તોડી નાખી તેમને શરીરના વિવિધ અંગોમાંથી દૂર કરે છે. કોથમીર રક્તવાહિનીઓમાં કોલેસ્ટરોલના જમાવને દૂર કરવા માટે અદભૂત રીતે અસરકારક છે. તેમાં રહેલા ઓર્ગેનિક એસિડ્સ ખરાબ કોલેસ્ટરોલ ( કઉક )નું પ્રમાણ ઘટાડે છે અને સારી કોલેસ્ટરોલ ( ઇંઉક )નું પ્રમાણ ઊંચું લઈ આવે છે. તે આર્તિલારીઝમાં જમા કોલેસ્ટરોલને ઓગળી નાખે છે. એથેરોસ્ક્લોરોસિસથી પીડાતા લોકો માટે આ બાબત ઘણી ઉપકારક નીવડે છે. મધુપ્રમેહના દર્દીઓ એટલે કે ડાયાબીટીક લોકોમાં તે શરીરમાં શર્કરાના અસરકારક નિયમનમાં સહાયક બને છે. યુરોપના દેશોમાં કોથમીરનો ઉપયોગ ડાયાબિટીસના પરંપરાગત ઔષધ તરીકે સદીઓથી થઈ રહ્યો છે. બાઇબલ ઓલ્ડ યિંતફિંળયક્ષમિાં પણ કોથમીર નો સ્પષ્ટ ઉલ્લેખ છે. આવે છે, કોલેસ્ટરોલને નીચું લઈ આવવાની અને સુગર ઘટાડવાની તેની ક્ષમતા તેને એક વિશિષ્ટ વનસ્પતિ તરીકેનું સન્માન આપે છે. પ્રતિ 100 ગ્રામ કોથમીર 521 ળલ પોટેશિયમનું પ્રમાણ હોય છે જે તેને એક ખાસ ઔષધીય ક્ષમતા બક્ષે છે. કોથમીરનું સેવન વધારવાની સાથે ખોરાકમાં મીઠાનું પ્રમાણ ન્યુનતમ કરી દેવામાં આવે તો જીવનમાં ચમત્કારો સર્જાઈ શકે છે.
- Advertisement -
કોથમીરના રસ સાથે થોડી હળદર મરી અને દેશી ગોળ લેવાથી શરિરમાં ફરીને લડવાનું બળ પ્રાપ્ત થાય છે
સીલાંત્રો ઉર્ફે કોથમીર, પોતાના રંગ રૂપથી અનેક ગણા વધુ ગુણ ધરાવે છે
રક્તવાહિનીઓમાં કોલેસ્ટરોલના જમાવને દૂર કરવા માટે કોથમીર અદભૂત રીતે અસરકારક છે. તેમાં રહેલા ઓર્ગેનિક એસિડ્સ ખરાબ કોલેસ્ટરોલ (કઉક)નું પ્રમાણ ઘટાડે છે અને સારી કોલેસ્ટરોલ (ઇંઉક)નું પ્રમાણ ઊંચું લઈ આવે છે
- Advertisement -
એન્ટિઓક્સિડન્ટ ક્ષમતા
કોથમીરમાં અન્ય કેટલાક એન્ટીઓક્સિડન્ટની સાથે ક્વેર્સિટિન નામનું એક મહત્વપૂર્ણ એન્ટી ઓક્સિડન્ટ હોય છે. એન્ટીઓક્સિડન્ટ આપણા શરીરમાં પ્રતિક્ષણ ચાલતી કોષીય પ્રવૃત્તિ દરમિયાન ઉત્પન્ન થતા કચરાને નિયંત્રિત કરે છે. તેને ફ્રી રેડીકલ્સ કહેવામાં આવે છે. આ બાબતનું મહત્વ એ છે કે તે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી પાડી દઈ કેન્સર ડાયાબિટીસ હૃદયના રોગ,આર્થરાઇટિસ, માક્યુલાર અવ્યવસ્થા, કેન્સર, હ્રદયરોગ અને ડાયાબિટીસ સહિતના રોગની સંભાવનાને ટાળી માણસને યુવાન રાખે છે. કોથમીરનું સેવન આંખો માટે પણ અત્યંત ગુણકારી છે. તમારા ડોકટર તમને ક્યારેય આ વાત ભારપૂર્વક નહી કહે પણ એક વાત બરાબર યાદ રાખજો કે કોથમીર તમને જીવનના અંત સુધી યુવાન રાખવાની ક્ષમતા રાખે છે! તેની વિશિષ્ટ સુગંધ તેના વિશેષ ગુણો વિશે તમને કાંઈક સંકેત આપે છે. પ્રકૃતિની આ જ ભાષા છે. શિયાળો હોય ત્યારે ફક્ત કોથમીર એકલી કે તેની સાથે આંબલા અને અન્ય ઋતુમાં લીંબુ અને આદુનો રસ મીઠું નાખ્યા વીના રોજ પીવો, તેનો સ્વાદ શરૂઆતમાં જચે નહી તો તેમાં થોડુ સિંધાલૂણ નાખો. રોજ નર્ણા કોઠે આ પ્રયોગ કરો અથવા રાત્રે જમ્યા પછી 2 કલાકે આ રસ પીવો, તમારા સ્વાસ્થ્યમાં તે મોટું પરિવર્તન લઈ આવશે.
ચિંતા- અજંપો તણાવમાં ઘણી મોટી રાહત આપી શકે છે
કોથમીરમાં સ્નાયુઓના શિથીકિકરણનો ખાસ ગુણ છે. તે જ્ઞાનતંતુઓને શાંત પાડે છે. તેનામાં નિંદ્રા લાવવાની ક્ષમતા છે. કોથમીરના રસ સાથે થોડી હળદર મરી અને દેશી ગોળ લેવાથી જીવનમાં ફરી લડવાનું બળ પ્રાપ્ત થશે, આ વાત નોંધી લેશો, કોઈ આધુનિક ચિકિત્સકે તમને આ વાત આટલા ભારપૂર્વક ક્યારેય નહી કહી શકે કારણ કે તેઓ સ્વયં જીવન નામની ચીજથી અપરિચિત છે .હું તેમના વિશે શબ્દોની બિલકુલ કરકસર કર્યાં વીના બિન્ધાસ્ત જે સત્ય છે તે લખું છું, કારણ કે મારા માટે અન્ય મેડિકલ ફેકલ્ટીનો આદર કરવા કરતા પૂર્ણ સત્યનું પૂન: સ્થાપન વધુ મહત્વની બાબત છે. આપણે આગળ જોયું તેમ પ્રતિ 100 ગ્રામ કોથમીર 521 મિલીગ્રામ પોટેશિયમ હોય છે. તેની સામે આટલી જ કોથમીર માં ફક્ત 46 મિલિગ્રમ સોડિયમ હોય છે. આ એક આદર્શ પ્રમાણ બની રહે. લોહીના દબાણને નિયંત્રિત કરવામાં તે ઘણું સારું પરિણામ આપે છે. વળી તે જ્ઞાનતંતુઓને પણ શાંત કરે છે અને સુગરને પણ નિયંત્રિત કરે છે. સ્વસ્થ નિંદ્રા માટે આ બાબતો ખાસ્સુ અનુકૂલન પેદા કરે છે .કોથમીરનો ઉકળતી દાળ કે ગરમા ગરમ શાકમાં ન નાખો, પ્રકૃતિએ તેને કેવા સરસ રંગ રૂપ સુગંધ આપ્યા છે તે બાબત પર થોડું ધ્યાન દો અને તેના આ જ વૈભવ સાથે સલાડ ચટણી કે જ્યુસ રૂપે તેને તમારા શરીરમાં જવા દો, તે તમને જીવનનું સૌન્દર્ય બક્ષાશે, આ મારું વચન છે!
એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણધર્મ: કોથમીર પ્રાકૃતિક એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ તરીકે કામ કરી આપણને સર્વ સામાન્ય ત્વચા વિકાર, ફોડકી, ગડ ગુમડ અને અછબડા જેવી સ્થિતિથી દૂર રાખે છે. ખરજવામાં તેના રસનું રોજ સેવન કરવામાં આવે તો ચોક્કસ પરિણામો મળે જ છે. કોથમીરમાં ઘણી મોટી માત્રામાં હરિતદ્રવ્ય છે, તે શરીરને અંદરથી ડિટોક્સ કરવાની એક સરસ રીત છે. પિત્તાશય, કિડની અને પાચક તત્ત્વોમાંથી વિશને તે બહાર ધકેલી દે છે તેથી શરીરમાંથી વધારાના બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ મળે છે, જે સામાન્ય રીતે પરસેવા રૂપે તમારી બગલ અને પગમાં આવતો હોય છે. બેક્ટેરિયા ક્લોરોફિલ (ઉચ્ચ ઓક્સિજનની સામગ્રીને કારણે) નાપસંદ કરે છે, અને આ રીતે, આ કોથમીર તમારા શરીરમાંથી ગંધ દૂર કરી તેને એક ખાસ મન્દ સુગંધ આપે છે.