વૉકવે, સુશોભિત લાઈટ, ભીતચિત્રો, પાર્કિંગ સહિતની સુવિધાઓ વિકસાવાશે
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.18
વેરાવળ પાલીકા દ્વારા નવી રજૂઆત કરેલ છે જેમાં પ્રમુખ પલ્લવીબેન જયદેવભાઈ જાની, કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન રાજેશભાઈ સિકોતરિયા, બાંધકામ સમિતિના ચેરમેન દીક્ષિતાબેન અંકુરભાઈ અઢિયા સહીતની મહિલા ટીમ દ્વારા શહેરનો આઇકોનિક રોડ બનાવવાની દરખાસ્ત મુખ્યમંત્રીને કરેલ જેને મંજૂરી મળેલ છે. આ ગ્રીન બેલ્ટમાં વોકવે, ગ્રીનબેલ્ટ, આધુનિક સુશોભીંત લાઈટ, ભીંત ચિત્રો, પાર્કિંગ સહિતની સુવિધાઓ વીકસાવવામાં આવનાર છે.
- Advertisement -
રાજય સરકાર પાસે વેરાવળ શહેરનો આઇકોનિક રોડ બનાવવાની દરખાસ્તને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા લીલી જંડી મળ્યા બાદ ફકત ગ્રાન્ટનો ઉપયોગ કરીને વિકાસ કરવાના બદલે સ્થાનીક શહેરના મોટા ઓદ્યોગિક એકમો પાસે પણ વિકાસના કામોમાં સહકાર અપાવવા માંગ કરેલ તેને સફળતા મળી છે. આ અંગે બાંધકામ સમિતિના ચેરમેન દીક્ષિતાબેન અઢિયાએ જણાવેલ કે, શહેરની જીવાદોરી સમાન ઇન્ડયોન રેયોન આદિત્ય બિરલા પાસે શહેરના મુખ્યમાર્ગના એક સાઇડ ગ્રીન બેટલ બનવવા પત્ર લખી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મીટિંગ કરેલ જેમાં કલેક્ટરે પણ કંપનીને કામમાં મદ્દતરૂપ થવા આહવાન કરેલ છે.
ઇન્ડયોન રેયોન આદિત્ય બિરલા દ્વારા નગરપાલિકા પાસે પ્લાન પાસ કરાવાઈ લોકોના ઉપયોગ થઈ શકે અને શહેરનો મુખ્યમાર્ગ સુશોભિત થાય આ માટે ગ્રીનબેલ્ટ બનવવાની કામગીરી શરૂ કરી દીધેલ છે. જેમાં લોકો માટે વોકિંગ ટ્રેક બેસવવા માટે બેન્ચીસ, ફૂટપાથ માટેની અલગથી લાટિંગ સહિતની વ્યસ્થા નગરપાલિકા દ્વારા કરી આપવવામાં આવનાર છે. આમ આગામી દિવસોમાં વધુ કામ આગળ ધપાવતા શહેરની ઓળખ બદલાવવા પ્લાનિંગ થવા જઇ રહેલ હોવાનું અંતમાં જણાવેલ છે. આ ગ્રીન બેલ્ટમાં વોકવે, ગ્રીનબેલ્ટ, આધુનિક સુશોભીંત લાઈટ, ભીંત ચિત્રો, પાર્કિંગ સહિતની સુવિધાઓ વીકસાવ્વામાં આવનાર છે. આ કામ પૂર્ણ થયા બાદ હીરો શો રૂમ દેવકા નદીના પૂલથી બહ્યા શો રૂમ સુધી અને ફેઝ-2 માં પણ ગ્રીનબેલ્ટ, વોકવે, બાળકો માટે સ્કેટિંગ ટ્રેક, નાના નાસ્તા માટેના સ્ટોલ અતિઆધુનિક સુવિધા સભર વ્યવસ્થા મળનાર હોવાનું જાણવા મળેલ છે.



