જો તમારા જીવનમાં પૈસાની અછત થઈ રહી છે અથવા તમારા જીવન સાથે જોડાયેલા તમામ દુ:ખોથી ઘેરાયેલા છો. તો તમારે દરેક પ્રકારની ચિંતાઓમાંથી મુક્તિ મેળવવા અને તમારી મનોકામનાઓ પૂર્ણ કરવા માટે જન્માષ્ટમીની પૂજા સાથે જોડાયેલા આ ઉપાયોનું પાલન કરવું જોઈએ.
ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ દર વર્ષે એક મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ માન્યતા મુજબ આ પાવન પર્વ પર ભગવાન શ્રી કૃષ્ણની વિધિવત પૂજા કરવામાં આવે તો માણસનાં તમામ દુઃખ આંખનાં પલકારામાં દૂર થઈ જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હંમેશા માટે તેનાં પર રહે છે. સનાતન પરંપરામાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનો અવતાર ગણાતા શ્રી કૃષ્ણની પૂજા કરવા માટે અનેક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. જેને કરવાથી વ્યક્તિને જીવનમાં ચમત્કારિક પરિણામ મળે છે. ત્યારે આવો જાણીએ જન્માષ્ટમીની રાત્રે ભગવાન કૃષ્ણની પૂજા કરવાનાં ઉપાયો.
- Advertisement -
પીળા રંગના કપડા હિંદુ માન્યતા અનુસાર પીળો રંગ ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે. જેના કારણે તેઓ પીતામ્બરધારી તરીકે પણ ઓળખાય છે. એવી માન્યતા છે કે જન્માષ્ટમીના દિવસે પીળા વસ્ત્રો પહેરીને પૂજા કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન આપે છે. જન્માષ્ટમી પર પીળા રંગના વસ્ત્રો, અનાજ, ફૂલ, ફળ વગેરેનું દાન કરવાનો મહિમા રહેલો છે.
હિંદુ માન્યતા અનુસાર ભગવાન શ્રી વિષ્ણુ અને તેમના અવતાર શ્રી કૃષ્ણની પૂજામાં શંખનો ઉપયોગને શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ જન્માષ્ટમીની રાત્રે દક્ષિણાવર્તી શંખમાં પાણી અને દૂધ ભરીને ભગવાન કૃષ્ણનો અભિષેક કરે છે. તો તેના પર ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા રહે છે.
- Advertisement -
કેસરનો ઉપાય જો તમે આ દિવસોમાં આર્થિક સમસ્યાઓથી પરેશાન છો અને મહેનત અને પ્રયત્નો પછી પણ પૈસાની તંગી દૂર નથી થઈ રહી તો તમારે જન્માષ્ટમીની રાત્રે ભગવાન શ્રી કૃષ્ણને કેસર મિશ્રિત દૂધનો અભિષેક કરવો જોઈએ. હિંદુ માન્યતા અનુસાર કેસરનો આ ઉપાય વ્યક્તિના સુખ અને સૌભાગ્ય અને સંપત્તિમાં વધારો કરે છે.
દર્શન કરવાથી દુર્ભાગ્ય દૂર થશે
હિન્દુ માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે જન્માષ્ટમીના દિવસે ખાસ કરીને રાધા-કૃષ્ણના મંદિરની મુલાકાત લેવી જોઈએ અને પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણના મંદિર પર જઈને પીળા ફૂલ ચઢાવવાથી વ્યક્તિની પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તેની ઈચ્છાઓ જલ્દી પૂરી થાય છે.