સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીના વકતાપદે કથામાં ભક્તોની ભીડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે શ્રી હનુમાન ચરિત્ર કથાનું ભવ્ય, દિવ્ય અને દર્શનીય આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના વકતાપદે યોજાઈ હતી. આ પાવન પ્રસંગે સંતો-મહંતો તથા સાંખયોગી માતાઓ ધામોધામથી પધાર્યા હતા. મંદીરના મહંત પૂ. વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત પૂ. રાધારમણદાસજી સ્વામી અને કોઠારી પૂ. મુનિવત્સલદાસજી સ્વામી સહિતના સંતોએ ઉપસ્થિત રહી સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. કથામાં ભાગવત કથાકાર જીજ્ઞેશ દાદા ‘રાધે રાધે’ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તોએ પધારી કથા શ્રવણનો દિવ્ય લાભ લીધો હતો.