ખાસ-ખબર સંવાદદાતા
મહાશિવરાત્રિની ઉજવણીના ભાગરૂપે શ્રી દશનામ ગોસ્વામી સમાજ રાજકોટ, શિવ રથયાત્રા સમિતિ દ્વારા રાજકોટ શહેરના મહત્ત્વપૂર્ણ શિવાલયોમાં ધ્વજારોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવ રથયાત્રા કાર્યાલય ખાતે તાજેતરમાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આદિકાળથી કરવામાં આવતા શક્તિપૂજન પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તા. 8 ને શુક્રવારના રોજ મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રામાં રાજકોટ શહેરના તમામ સનાતન પ્રેમી ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય રથ ઉપર કેદારનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે બિરાજમાન થશે તેમજ આશરે 11,000 રુદ્રાભિષેક કરેલા રૂદ્રાક્ષના પારા ભાવિક દર્શનાર્થીઓને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે. આ કાર્યક્રમના ભાગરૂપે અશ્ર્વિનગીરી, એસ. એસ. ગોસાઈ, વિનોદભારથી, વિપુલગીરી, આશીષભારથી, અજયવન, દર્શનગીરી, મિહીરગીરી, રૂસિતગીરી, વિશાભારથી, હિતેશભારથી, હેતભાઈ સહિતના સભ્યો ‘ખાસ-ખબર’ની રૂબરૂ મુલાકાતે આવ્યા હતા.