પોલીસ સંભારણા દિવસ અંતર્ગત 60 યુનિટ રક્ત એકત્ર કરાયું, મહુવાના નવકાર ચેરિટેબલ ટ્રસ્ટનો સહયોગ
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજિત પોલીસ સંભારણા દિવસ અંતર્ગત રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશન દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડુંગર પીઆઇ વી.એસ. પલાસની અધ્યક્ષતામાં શરૂ થયેલા આ કેમ્પમાં પોલીસ કર્મચારીઓ, ગ્રામજનો અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 60 યુનિટ (બ્લડની બોટલ) રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ માનવતાવાદી કાર્યમાં મહુવાના નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. અંતમાં, પીઆઇ વી.એસ. પલાસ દ્વારા કેમ્પમાં ઉપસ્થિત તમામ આગેવાનો, અગ્રણીઓ અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.