સ્વામિનારાયણના સ્વામીઓને સુધરી જવાની ચેતવણી આપતાં સાધુ-સંતો
ગુજરાતના 2 હજાર સંતો મહંતો ઉપસ્થિત: રાજ્યના 41 સંતો સાથે સમિતિની રચના
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત આવેલ શ્રી ગૌરક્ષનાથ આશ્રમ ખાતે આજ રોજ ગુજરાત રાજ્યના 2 હજાર વરિષ્ઠ સંતો મહંતો,મહામંડલેશ્વર તેમજ અખાડા પરિષદના મહંતો સહીત દેહાણ જગ્યાના મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને સનાતન ધર્મ સંતોના મહા સંમેલન ચાપરડા ધામના મહંત મુક્તાનંદ બાપુના અધ્યક્ષ પદે યોજાયું હતું જેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા સનાતન ધર્મનો દુષપ્રચાર સામે અવાજ ઉઠાવ્યો હતો અને સંત સંમેલનમાં પ્રત્યેક સંતોએ એક સુર જોવા મળ્યો હતો જેમાં સ્વામીનારાયણના દરેક સંતોએ સુધરી જવાની ચીમકી સાથે સલાહ આપવામાં આવી હતી.
સનાતન ધર્મ મહા સંમેલનમાં સનાતન ધર્મ સ્વરક્ષણ સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં સનાતન ધર્મના સંતો દ્વારા જેરીતે સ્વામિનારાયણના સંતો દ્વારા સનાતન ધર્મનો દુષ પ્રચાર સોશ્યલ મીડિયા દ્વારા તેમજ પુસ્તકમાં અને તેમની કથામાં જે રીતે હિન્દૂ દેવી દેવતાને નીચા દેખાડવાનું કૃત્ય કર્યું છે તે તમામ સાહિત્યનો ડેટા તૈયાર કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં સનાતન ધર્મ સમિતિ દ્વારા કાનૂની રહે લીગલ કાર્યવાહી કરવામાં આવશે તથા સ્વામીનારાયણ સંપ્રદાય તરફથી સનાતન ધર્મની વિરુદ્ધમાં કામ કરતા તમામ સામે સમિતિ દ્વારા ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશેે.
- Advertisement -
જૂનાગઢમાં મળેલ સંત સંમેલનમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીઓએ જેરીતે સનાતન ધર્મનો ખોટી રીતે પ્રચાર કરવાનું કાર્ય કર્યું છે અને તે સાખી નહિ લેવાય તેવો સુર ઉઠ્યો હતો અને દુષ પ્રચાર બંધ કરવાની આખરી ચેતવણી આપવામાં આવી હતી આગામી દિવસોમાં ગુજરાત રાજ્ય પૂરતી આ સમિતિ માર્યાદિત રેહશે અને સનાતન ધર્મ સમિતિઓની રચના માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની વિરુદ્ધમાં નહિ પરંતુ સનાતન ધર્મ વિરુદ્ધ હુમલા કરનારા તમામ વિરુદ્ધ સમિતિ લડત આપશે તેવો સુર ઉપસ્થિત રહેલ તમામ સંતો મહંતોનો જોવા મળ્યો હતો.