પરમ પૂજ્ય આચાર્યની નિશ્રામાં આરાધકો તપસ્યામાં લીન – રોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
જૈનોની પવિત્ર તીર્થભૂમિ શત્રુંજય ગિરિરાજની ગોદમાં આવેલા ચેન્નઈ ભવન ધર્મશાળામાં હાલમાં ભવ્ય ચાતુર્માસ આરાધના ચાલી રહી છે. આ ચાતુર્માસ આરાધના પરમ પૂજ્ય આચાર્ય ડો. મુક્તિસાગરસુરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂજ્ય આચાર્ય શ્રી અચલમુક્તિસાગરસુરીશ્વરજી મહારાજ સાહેબજીની નિશ્રામાં શરૂ કરવામાં આવી છે. ચાતુર્માસ દરમિયાન સેકડો આરાધકો ગુરુભગવંતોની આજ્ઞામાં તપસ્યા કરી રહ્યા છે. દરરોજ વ્યાખ્યાન, પ્રવચન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે. આચાર્યશ્રીઓ દ્વારા આરાધકોને જીવનમાં થયેલા પાપના ઘડાનો નાશ કરીને પુણ્યનો માર્ગ ખુલ્લો થાય છે તેવી પ્રેરણા આપવામાં આવી રહી છે. સાધુ સાધુજી ભગવંતોની પવિત્ર નિશ્રામાં ચાલતી આ આરાધનાથી પાલીતાણા શહેર સહિત સમગ્ર જૈન સમાજમાં ધાર્મિક ઊર્જાનો માહોલ સર્જાયો છે.



