2121 સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં જોડાયા; 4000થી વધુ નાગરિકોએ કર્યું શસ્ત્રપૂજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે રાજકોટ મહાનગરના પાંચ વિસ્તારોના 36 નગરોમાં કુલ 37 સ્થળોએ વિજયાદશમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવમાં 2121 સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં સહભાગી થયા હતા, જ્યારે 4000થી વધુ નાગરિકોએ ઉત્સવમાં જોડાઈને ભારતીય પરંપરા મુજબ શસ્ત્રપૂજન કર્યું હતું. ઉત્સવોમાં સ્વયંસેવકોએ દંડયોગ, નિ:યુદ્ધ, યોગાસનો અને સમતા સહિતના શારીરિક પ્રાત્યક્ષિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિવિધ સ્થળોએ શ્રી રમેશભાઈ ઠક્કર, ડો. દુષ્યંતભાઈ સાકરીયા, પૂ.પા.ગો. 108 અભિષેકલાલજી મહારાજ સહિત અનેક મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ સંઘની શિસ્ત, નિષ્ઠા અને રાષ્ટ્રનિર્માણની પદ્ધતિને બિરદાવી હતી.સંઘના વક્તાઓએ શતાબ્દી વર્ષ નિમિત્તે સમાજ પરિવર્તન માટેના પંચ પરિવર્તનના વિષયો (કુટુંબ પ્રબોધન, સ્વદેશી, સામાજિક સમરસતા, પર્યાવરણ, નાગરિક કર્તવ્ય) પર પ્રકાશ પાડી નાગરિકોને સક્રિય બનવા અપીલ કરી હતી. આ સાથે 11 જુદા જુદા સ્થળોએ 600થી વધુ સ્વયંસેવકોનું તાલબદ્ધ પથ સંચલન પણ યોજાયું હતું.



