દિવ્યાંગ બાળકો દ્વારા નૃત્ય-નાટક અને 75 કિલોની કેકથી વિશેષ કાર્યક્રમ
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
દ્વારકા તાલુકાના શિવરાજપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 75મા જન્મદિવસના ઉપક્રમે 17 સપ્ટેમ્બરનાં રોજ આશીર્વાદ રેસ્ટોરન્ટ ખાતે ભવ્યાતિભવ્ય ઉજવણી યોજાઈ હતી. કાર્યક્રમમાં દ્વારકાના દિવ્યાંગ બાળકો દ્વારા સુંદર કૃતિઓ, નૃત્ય અને નાટકની રજૂઆત કરવામાં આવી હતી. ખાસ આ પ્રસંગે 75 કિલોની વિશાળ કેકનું કટિંગ પણ દિવ્યાંગ બાળકો દ્વારા કરાયું, જ્યારે સંસ્કૃત શાળાના બાલ બ્રાહ્મણોએ નરેન્દ્રભાઈના દીર્ઘાયુષ્ય માટે મંત્રોચાર કર્યા હતા.
- Advertisement -
આ કાર્યક્રમમાં મીઠાપુર ઓખાઈ એનજીઓની મહિલાઓ વિશેષ ઉપસ્થિત રહી હતી. તેમજ જૂનાગઢ વિસ્તારના શૈક્ષણિક સંસ્થાઓના પ્રણેતા સુરેશભાઈ વેકરિયા, બારાડી વિસ્તારના ઉદ્યોગપતિ દ્વારકાદાસ રાયચુરા (મોટાભાઈ), અમેઝિંગ ફન વર્લ્ડના ઓનર જસ્મીનભાઈ પટેલ, વરવાળા આયુર્વેદ હોસ્પિટલના ડો. ડી.પી. મેહતા, મુંબઈના બિલ્ડર કમલેશ તન્ના, દ્વારકાના સમાજસેવી ઈશ્વરભાઈ ઝાખરિયા સહિતના આગેવાનો, શાળાઓના આચાર્યો, શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. ઉપસ્થિત સૌએ વડાપ્રધાનના જન્મદિવસને ઉત્સાહભેર ઉજવી આનંદ માણ્યો હતો. કાર્યક્રમ બાદ સૌએ એકસાથે ભોજન લીધું.
આ પ્રસંગે આયોજક સંયુક્ત ટીમના રાજેશ ગાંધીએ તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં દ્વારકા અને જામનગરના સર્વાંગી વિકાસ માટે મોટા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે.