રાજકોટ ખાતે ગુજરાતમાં પ્રથમવાર 45 થી વધુ કેટેગરીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના એક્સ્પોનું આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
આજથી 6 દાયકા પહેલા ડીઝલ એન્જીનની ઓળખ સાથે શરુ થયેલ રાજકોટની મશીન ટૂલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલી ઇન્ડસ્ટ્રીઝ અનેક પરિમાણો સાથે વૈશ્વિક ઓળખ બની ચુકી છે. રાજકોટમાં ઉદ્યોગ સાહસિકો દ્વારા ઓટો, હાર્ડવેર, ફર્નિચર, જ્વેલરી, એગ્રો, કિચનવેર સહીત 40 થી વધુ સેક્ટરમાં ઔદ્યોગીકરણ સાથે વિશ્વના અન્ય દેશોને પાછળ રાખી વિકાસની હરણફાળ ભરી છે.
જયારે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે આગવી ઓળખ ધરાવે છે. હાલ મોરબી એશિયામાં સૌથી મોટા ઉત્પાદક તરીકે પ્રસિદ્ધ છે, જયારે જામનગરનો બ્રાસ પાર્ટ્સ સહીત સૌરાષ્ટ્રમાં અન્ય શહેરોમાં લઘુ, નાના અને મધ્યમ કક્ષાના 2.75 લાખ જેટલા ઉદ્યોગો વિસ્તરણ પામ્યા છે.
સ્ક્રૂથી લઈ સેટેલાઈટના પાર્ટ્સની માંગ રાજકોટ પૂરી પાડી રહ્યું છે ત્યારે હજુ પણ અનેક ક્ષેત્રમાં રાજકોટ અને સૌરાષ્ટ્રમાં બનતી પ્રોડક્ટ્સને રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય સ્તરે ગ્લોબલ માર્કેટનો લાભ મળે, સ્થાનિક રોજગારી વધે તેમજ અનેક સ્ટાર્ટઅપસને પણ પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી સરદારાધામ દ્વારા રાજકોટ ખાતે ગુજરાતના સૌથી વિશાળ એક્સ્પો ‘ગ્લોબલ બીઝનેસ સમીટ’ – 2024 (જી.પી.બી.એસ. – દેશ કા એક્સ્પો) નું ભવ્ય નજરાણું ભેટ ધરવા જઈ રહ્યું હોવાનું પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરીયાએ જણાવ્યું છે.
7 મી જાન્યુઆરીથી રાજકોટ ખાતે આયોજિત ચાર દિવસીય એક્સ્પોમાં 45 જેટલી કેટેગરીમાં 1100 જેટલા પ્રસ્થાપિત એકમો દ્વારા જુદી જુદી પ્રોડક્ટનું નિદર્શન સહ વેચાણ થવા જઈ રહ્યું છે. જેમાં દેશ વિદેશના 10 લાખથી વધુ વિઝીટર્સ મુલાકાત લેશે તેમ એક્સ્પો અંગે માહિતી આપતા ગગજીભાઈએ જણાવ્યું છે. જી.પી.બી.એસ. ના પ્રમુખ શ્રી હંસરાજભાઈ ગજેરા એ જી.પી.બી.એસ. એક્સ્પો પ્રદર્શનના મુખ્ય આકર્ષણ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, અહી એશિયાની સૌથી મોટી ટાઇલ્સ જોવા મળશે, રાજકોટ ખાતે નિર્માણ થનાર સૌથી ઊંચા 40 માળનું બિલ્ડીંગ પ્રમોસન, કૃષિ ક્ષેત્રના વિકાસનો પુરાવો આપતું હાઈડ્રો ટ્રાન્સમિશન ટેક્નોલોજી યુક્ત ઓટોમેટિક ગેર વગરનું ટ્રેક્ટર, એક સાથે 150 મણ મગફળી સાફ કરી આપતું ડિસ્ટોર્નર અને 200 મીટર ઊંડી માઇન્સમાથી પાણી કાઢી આપતો 200 હોર્સ પાવરનો સ્ટેનલેસ સ્ટીલનો પમ્પ પણ જોવા મળશે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે લગભગ બધા ક્ષેત્રોને આ એક્સપોમાં આવરી લેવાયા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારતનો સંકલ્પ પરિપૂર્ણ કરવા નવા સ્ટાર્ટઅપસને પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે જી.પી.બી.એસ. એક્સ્પોમાં 50 જેટલા સ્ટાર્ટઅપસને ખાસ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. જેઓ તેમના ઇન્વેન્શન થકી આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી ઉદ્યોગ સાહસિક તરીકે પ્રસ્થાપિત કરી શકે. માત્ર એટલુજ નહી નારી શક્તિને ઉજાગર કરવા હેન્ડીક્રાફ્ટ, હાર્ડવેર, કિચન વેર , એલઇડી લાઇટ્સ ઇલેક્ટ્રોનિક્સ ગૂડ્સ, ફૂડ એન્ડ બેવરજીસ, ફૂડ મશીનરીઝ, બુટિક એજ્યુકેશન, હેલ્થ કેર, લાઈફ કેર પ્રોડક્ટ્સ, ઇવેન્ટ પ્લાનર,ઈમ્મીગ્રેશન, સહીત વિવિધ ક્ષેત્રે સંકળાયેલી મહિલા સાહસિકોને 50 ટકા કિંમતે સ્ટોલ ફાળવવામાં આવ્યાં હોવાનું હંસરાજભાઈ ગૌરવ સાથે જણાવે છે.

પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણો
એશિયાની સૌથી મોટી ટાઈલ્સનું નિદર્શન
રાજકોટમાં નિર્માણ પામનાર સૌથી ઊંચું 40 માળના બિલ્ડિંગની ઝાંખી
હાઈડ્રો ટ્રાન્સમિશન ટેકનોલોજીયુક્ત ઓટોમેટિક ગેર વગરનું ટ્રેકટર
એક સાથે 150 મણ મગફળી સાફ કરી આપતું ડિસ્ટોર્નર
200 મીટર ઊંડે માઈન્સમાંથી પાણી કાઢી આપતો સ્ટેનલેસ સ્ટીલનો પંપ
50થી વધુ સ્ટાર્ટઅપ્સ સહભાગી બની તેમના પ્રોજેક્ટનું નિદર્શન કરશે.
50થી વધુ મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે ફાળવેલ સ્ટોલ.

એક્સ્પો વ્યવસ્થાપન
25 એકરમાં 5 ડોમ એક્ઝિબિશનના મુુખ્ય ડોમ, કોન્ફરન્સ મિટીંગ હોલ, કાફેટેરિયા
જરૂરિયાતમંદ લોકો માટે એક્સ્પોમાં ફરવા માટે દસ ગોલ્ફ કાર્ટનું આયોજન
પ્રસાધન માટે છ જેટલા પાકા યુનિટ યુરિનલ-શૌચાલય
200થી વધુ સફાઈ શ્રમિકો દ્વારા એક્સ્પોમાં નિયમિત સ્વચ્છતા, સફાઈ
2000થી વધુ લોકો એક સાથે ભોજન લઈ શકે તે પ્રકારની રિફ્રેશમેન્ટની વ્યવસ્થા
એક સાથે 10 હજાર જેટલી કાર પાર્ક થઈ શકે તે પ્રકારે ગ્રાઉન્ડ વ્યવસ્થા
કોઈપણ પ્રકારની મેડિકલ ઈમરજન્સી અર્થે મીની હોસ્પિટલ અને આઈ.સી.યુ. એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય

મેક ઈન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સૂત્રને સાર્થક કરતા સૌરાષ્ટ્રના 2.75 લાખ જેટલા નાના મોટા એકમોને મળશે વૈશ્ર્વિક પ્લેટફોર્મ
1 લાખ ચો.મી. જગ્યામાં તૈયાર કરાયેલા એક્સ્પોમાં 13 અત્યાધુનિક પેવેલિયન, 1100 જેટલા અલગ અલગ કેટેગરીના સ્ટોલસ, વિવિધ ઈવેન્ટ્સ માટે 5000 ચો.મી.નો ખાસ એરકંડીશન કોન્ફરન્સ હોલ સહીત કાફેટેરિયા, માર્ગદર્શક મેપ ,સાઈનેજીસ ઉપરાંત જરૂરિયાતમંદ લોકો ફરી શકે એ માટે 10 ગોલ્ફ કાર્ટ નું આયોજન કરવામાં આવ્યું છે, એક્સ્પોમાં નિયમિત સ્વચ્છતા અર્થે 200 જેટલા સફાઈ કામદારો, 2000 જેટલા લોકો એકસાથે ભોજન લઈ શકે તે માટે કિચન -ડાઈનીંગની વ્યવસ્થા, ઉપરાંત એક્સ્પો દરમ્યાન મુલાકાતીને કોઈપણ પ્રકારની મેડિકલ ઇમર્જન્સી અર્થે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે મીની હોસ્પિટલ અને આઈ.સી.યુ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. તદુપરાંત વિશાળ કાર પાર્કિંગની પણ સરદારધામ દ્વારા વ્યવસ્થા કરાઈ છે.
એક્સપોમાં વ્યવસાયિક તકો અંગે વાત કરીએ તો અહી યુ.કે., ઇટલી, યુ.એ.ઈ. દુબઈ, તર્કી, સેનેગલ, વિયેતનામ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, કોંગો, સાઉથ આફ્રિકા સહિતના 40 જેટલા દેશના ઉચ્ચ અધિકારીઓનું ડેલિગેશન પધારશે, જે સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગથી પરિચિત બનશે તેમજ અહીની પ્રોડક્ટ્સ માટે એક્ષ્પોર્ટના નવા દ્વાર ખુલશે. અન્ય રાજ્યના ઉદ્યોગકારો પણ અહી મુલાકાતે આવનાર હોઈ આંતર રાજ્ય વેપારનો ઘર બેઠા વેપારીઓને અવકાસ મળશે તેવો વિશ્વાસ શ્રી હંસરાજભાઇએ વ્યક્ત કર્યો છે..
સ્થાનિક લોકો માટે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચર પ્રોડક્ટસ, હાર્ડવેર હોમ ડેકોર ઈલેક્ટ્રિકલ ક્ષેત્રમાં ઉત્પાદિત પ્રોડકશનમાં ફ્રેન્ચાઇઝી, ડિસ્ટ્રીબ્યુટર તેમજ ડીલરશીપ બનવા માટે નવી તક પ્રાપ્ત થશે તેમ હંસરાજભાઈ જણાવે છે.
એકસ્પોની વિશેષતા અંગે વાત કરતા શ્રી હંસરાજભાઈ વિશેષ માહિતી આપતા જણાવ્યું છે કે ડોમ બી, સી. ડી. એફ. માં 45 થી વધુ કેટેગરીના ઉદ્યોગકારોની પ્રોડક્ટ્સનું વેચાણ, બી.ટુ બી મીટ, ઉદ્યોગ વિકાસ માટે માર્ગદર્શક સેમિનાર, ઉદ્યોગકારોને એવોર્ડ પુરુસ્કાર તેમજ રોજ રાત્રે મનોરજન અર્થે મ્યુઝિક બેન્ડ, હસયરો સહિતના સાંસ્કૃતિક કાર્યકમોનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સ્પોમાં મુખ્ય આકર્ષણરૂપ ભવ્ય એન્ટ્રી ગેઇટ – લાઈવ પાણીના ફલો સાથે સરદાર સરોવર ડેમ પ્રતિકૃતિ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવુ જ સરદાર વલ્લભભાઇ પટેલનું સ્ટેચ્યુ જોવા મળશે. એમ.એસ.એમ. ઈ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો ઉપરાંત આઇ.ટી. તેમજ કૃષિ ક્ષેત્ર સહિતના ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા માટે જુદી જુદી કેટેગરીના ઉદ્યોગ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે.
સરદાર ધામ દ્વારા આયોજિત એક્સ્પોને વીજ પુરવઠો પાડવા માટે પી.જી.વી.સી.એલ. કંપની દ્વારા કોન્ટ્રાક્ટર અને લાઈન સ્ટાફ અને કુલ 400 કર્મચારીઓના મેન પાવર નો ઉપયોગ કરી 15 દિવસના ટૂંકા ગાળામાં એક્સપોને વીજ પુરવઠો પૂરો પાડવા માટે 11 કે.વી.નું અલાયદુ ફીડર ઊભું કરવામાં આવ્યું છે તે માટે ખાસ રાજ્ય સરકારનો તેઓએ આભાર માન્યો છે.
સર્વ સમાજના ઉદ્યોગપતિઓ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન થકી આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવાના ભાગરૂપે ગ્લોબલ બિઝનેસ સમિટ – જી.પી.બી.એસ. – દેશ કા એકસ્પો – 2024 રાજકોટ ખાતે યોજાઈ રહ્યો છે. જેમા ખોડલધામ, ઉમિયા માતાજી સંસ્થાન, ઉમિયાધામ, સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અન્નપૂર્ણાધામ સહીત વિવિધ સામાજિક, ઔદ્યોગિક સંસ્થાઓની શુભેચ્છા પ્રાપ્ત થઈ છે.
જી.પી.બી.એસ. – દેશ કા એકસ્પો મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ દ્વારા ખુલ્લો મુકવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટ, મોરબી સહીત સૌરાષ્ટ્રની ઓળખ વિશ્વભરમાં વધુને વધુ ખ્યાતિપ્રાપ્ત થાય અને નવા ઔદ્યોગિક સીમાચિહ્ન પ્રસ્થાપિત કરે, તેમજ યુવા ઉદ્યોગકાર અને સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે સૌ કોઈએ જી.પી.બી.એસ. – 2024 દેશ કા એકસ્પો મુલાકાત અચૂક લેવા સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયા, જી.પી.બી.એસ. પ્રમુખ હંસરાજભાઇ ગજેરા, સરદારધામના માનદ્દમંત્રી બી. કે. પટેલ, સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ પરેશભાઈ ગજેરા, જી.પી.બી.એસ. સલાહકાર મોલેશભાઈ ઉકાણી, જી.પી.બી.એસ. ક્ધવીનર નિલેશભાઈ જેતપરીયા, જી.પી.બી.એસ. સહ ક્ધવીનર નરેન્દ્રભાઈ સંઘાત, એકસ્પોના ઇવેન્ટ પાર્ટનર જીતેન્દ્રભાઈ કથીરિયા સહીત સમગ્ર આયોજક ટીમે અનુરોધ કર્યો છે.

એક્સ્પોમાં વ્યવસાયિક તકો
વિદેશી ડેલિગેશન સાથે મુલાકાત-એક્સપોર્ટસ સંભાવના
અન્ય રાજ્યના ઉદ્યોગકારો સાથે આંતર વેપાર વ્યાપ
સ્થાનિક લોકો માટે ફૂડ ઈન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચર પ્રોડક્ટસ, હાર્ડવેર હોમડેકોર ઈલેક્ટ્રિક્લ ક્ષેત્રમાં ઉત્પાદિત પ્રોડકશનમાં ફ્રેન્ચાઈઝી, ડિસ્ટ્રીબ્યુટર તેમજ ડીલરશીપ બનવા માટે તક
એક્સ્પોના મુખ્ય આકર્ષણ
ભવ્ય એન્ટ્રી ગેઈટ- સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિકૃતિ
વિદેશી મહેમાનો
શ્રીલંકાના ઊર્જામંત્રી, રાજદૂત સહિત ઉચ્ચ અધિકારીઓનું ડેલિગેશન
યુ.કે., ઇટલી, યુ.એ.ઈ., દુબઈ, તર્કી, સેનેગલ, વિયેતનામ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, કોંગો, સાઉથ આફ્રિકા સહિતના 40 જેટલા દેશોના ઉચ્ચ અધિકારીઓનું
ડેલિગેશન એક્સ્પોની વિશેષતા
ડોમ બી, સી. ડી, એફમાં 45થી વધુ કેટેગરીના ઉદ્યોગકારોની પ્રોડક્ટસનું વેચાણ
બી ટુ બી મીટ
ઉદ્યોગ વિકાસ માટે માર્ગદર્શક સેમિનાર
ઉદ્યોગકારોને એવોર્ડ પુરસ્કાર
મ્યુઝિક બેન્ડ, હસાયરો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો