આશિર્વાદરૂપ યોજના બંધ થતા મજૂરોને ટંકનું ખાવાની મુશ્કેલી
કારમી મોંઘવારી વચ્ચે શાકભાજી ખાદ્ય ચીજ વસ્તુના ભાવ બેફામ રીતે વધી રહ્યા છે ત્યારે જ શ્રમિકો માટેની સરકારની અન્નપૂર્ણા યોજના ટલ્લે ચડી ગયેલી હોઇ ફક્ત 10 રૂપિયામાં મળતું ભોજન પણ છિનવાઈ ગયું છે. ટેન્ડરોના આટાપાટા વચ્ચે અટવાઇ ગયેલી બાંધકામ સહિતના મજૂર વર્ગ માટે આશીર્વાદરૂપ આ યોજના કોરોનાના કારણે બંધ કરી દેવાયા બાદ અનેક જાહેરાતો છતાં હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી. શહેરી વિસ્તારોમાં હાલ મોટી સંખ્યામાં બાંધકામ પ્રવૃત્તિ ચાલી રહી છે તેના શ્રમિકો સહિત અન્ય સામાન્ય વર્ગ પણ શ્રમ-રોજગાર વિભાગ આ યોજના ક્યારે શરૂ કરે છે તેની રાહ જોઇ રહ્યાં છે.
સારી યોજના હોય પરંતુ તંત્રની આડોડાઇના કારણે તે કેવી રીતે અન્નપૂર્ણા યોજના ઉત્તમ ઉદાહરણ છે. છેલ્લા ચાર વર્ષથી 10 રૂપિયામાં શ્રમિકોને 10 રૂપિયાની નજીવી કિંમતમાં ટિફિન ભરીને જમવાનું અપાતું હતું અને આ માટે ખાસ અન્નપૂર્ણા રથ બનાવાયા હતા. શહેરોમાં નક્કી કરેલા કડિયા નાકા અને મુખ્ય સ્થળો ઉપરથી ભોજનનું વિતરણ કરાતું હતું. જેનો લાભ બાંધકામ શ્રમિકો સાથે ભોજન વધે તો અન્ય સામાન્ય લોકો પણ લેતા હતા. ભોજનની ગુણવત્તા સારી હોવાથી શ્રમિક વર્ગમાં કુપોષણ જેવી સમસ્યા નિવારવામાં પણ તે યોજના દરમિયાન યોજના બંધ થઇ ગયા પછી પૂર્વ સીએમ વિજય રૂપાણીના સમયમાં આજના આ યોજના ચાલુ કરવામાં આવી હતી. સરકાર કડિયા નાકા નજીક ભોજનનું કે પૂર્વ વિસ્તારમાં પણ જ્યાં બાંધકામ પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં ચાલતી હોય છે તેની નજીકજ અન્નપૂર્ણા2થ ઊભા રાખે તો વધુ શ્રમિકોને તેનો લાભ મળી શકે છે. મંત્રી મંડળ બદલાયા બાદ ફરી એક વાર યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આ યોજના ટેન્ડર પ્રક્રિયામાં અટવાયેલી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. હાલ ચીજ વસ્તુના ભાવ બેફામ રીતે વધેલા છે. બાંધકામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને અન્ય શ્રમિકો માટે આસમાનને આંબતા ભાવ વચ્ચે બે સમયે ભોજન મુશ્કેલ બન્યું છે.