વિશ્વમાં ટ્વિટરના 22 કરોડ એક્ટિવ યુઝર્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર હેન્ડલ પર ગ્રે ટિક દેખાવા લાગ્યું છે, જોકે રાહુલ ગાંધીની પ્રોફાઇલમાં હજુ પણ બ્લૂ ટિક
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ટ્વિટર પર નવી વેરિફિકેશન સિસ્ટમ હેઠળ ફેરફારો દેખાવા લાગ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનાં ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લૂ ટિક હટાવી દેવામાં આવ્યું છે. તેમના હેન્ડલ્સમાં ગ્રે ટિક્સ દેખાવા લાગ્યું છે. જોકે હજુ સુધી ગ્રે ટિકનો નિયમ સંપૂર્ણપણે એપડેટ થયો નથી. ઘણા રાજકારણીઓના હેન્ડલ્સમાં હજુ પણ બ્લૂ ટિક દેખાય છે. રાહુલ ગાંધીનું ટ્વિટર પર હજુ પણ બ્લૂ ટિક દેખાય છે. 13 ડિસેમ્બરે ટ્વિટરે વેરિફિકેશનની પોલિસીમાં ફેરફાર કર્યો છે. એ ત્રણ રંગ વર્ગોમાં વહેંચાયેલું છે. કંપનીઓને ગોલ્ડ ટિક, સરકારોને ગ્રે ટિક અને સામાન્ય નાગરિકોને બ્લૂ ટિક મળશે.
ટ્વિટરે બ્લૂ ટિક સેવામાં ઘણા ફેરફારો કર્યા છે
ટ્વિટરે 9 નવેમ્બરના રોજ ચેક-માર્ક બેજ સાથે ટ્વિટર બ્લૂ લોન્ચ કર્યું, પરંતુ નકલી એકાઉન્ટ્સની વધતી સંખ્યાને કારણે બે દિવસ પછી સેવાને હોલ્ડ પર રાખી દીધી. નવા બ્લૂ સાઇન અપ બંધ કરવામાં આવ્યા હતા. અત્યારે આ સેવા અમેરિકા સહિત કેટલાક દેશોમાં ફરી શરૂ કરવામાં આવી છે. આ માટે દર મહિને 8 ડોલર ચૂકવવા પડશે.