ભારત સરકારે 80 લાખથી વધારે સીમ કાર્ડ અને 6.78 લાખ મોબાઈલ નંબર બંધ કરી દીધા છે. આ સીમ કાર્ડ્સને બનાવવા માટે નકલી ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટેલિકોમ વિભાગે AIની મદદથી આ નકલી સીમ કાર્ડ્સને ઓળખીને બંધ કર્યા છે.
ભારત સરકારે નકલી સીમ કાર્ડ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. સરકારે 80 લાખથી વધારે સીમ કાર્ડ બંધ કરી દીધા છે. આ સીમ કાર્ડ્સને બનાવવા માટે નકલી ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટેલિકોમ વિભાગે AIની મદદથી આ નકલી સીમ કાર્ડ્સને ઓળખીને બંધ કર્યા છે. આનાથી સાઇબર ક્રાઇમને રોકવામાં મદદ મળશે.
- Advertisement -
6.78 લાખ મોબાઈલ નંબર પણ બંધ
નકલી સીમ કાર્ડ સિવાય, સરકારે 6.78 લાખ મોબાઈલ નંબર પણ બંધ કરી દીધા છે, જે સાઇબર ક્રાઇમમાં ઉપયોગમાં લેવાતા હતા. આ પગલું સરકારની ડિજિટલ સુરક્ષાને વધારવાના પ્રયત્નનો ભાગ છે.
AI પાસેથી લીધી મદદ
- Advertisement -
ટેલિકોમ વિભાગે AI ની મદદથી નકલી દસ્તાવેજો પર ચાલતા 78.33 લાખ મોબાઈલ નંબરોની ઓળખ કરી અને તેને બંધ કર્યા. વિભાગે આ બાબતે x પર માહિતી આપી છે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ સાઇબર ક્રાઇમને રોકવા માટે અમુક નિયમ બનાવ્યા છે-
મેસેજ ટ્રેસબીલીટી નિયમ: 11 ડિસેમ્બર, 2024 થી, ટેલિકોમ કંપની ફર્જી મેસેજ મોકલતા લોકોને શોધી શકે છે.
ફર્જી કોલ અને મેસેજ બ્લોક કરવા: 1, ઓકટોબર 2024 થી ટેલિકોમ કંપની નેટવર્ક સ્તર પર ફર્જી કોલ અને મેસેજ રોકી શકે છે.