તાલુકા પંચાયત કચેરીની દિવાલોમાં ઠેર-ઠેર તિરાડો અને ખુલ્લી દેખાતી ઈંટો
સરકારી કચેરીઓનો એડવાન્સ લેવલનો રિડેવલોપમેન્ટ પ્લાન તૈયાર : કલેકટર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જર્જરિત આવાસોનો સરવે કરીને તાત્કાલિક જરૂરી પગલાં લેવા આદેશો અપાયા હતા. જેને લઈ રાજકોટનાં શહેરી વિસ્તારમાં મનપા અને ગ્રામ્ય વિસ્તારમાં કલેક્ટર તંત્રએ કામગીરી શરૂ કરી છે. પરંતુ દિવાતળે અંધારૂ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટની તાલુકા પંચાયત કચેરી જર્જરિત હાલતમાં છે. અહીં દિવાલોમાં ઠેર-ઠેર તિરાડો અને ખુલ્લી ઈંટો જોવા મળી રહી છે. જો કે, આ સહિતની સરકારી કચેરીઓનો રિડેવલોપમેન્ટ પ્લાન એડવાન્સ લેવલની મંજૂરીમાં હોવાનું ઉપરાંત જરૂરી જણાય તો ચોમાસા પૂરતું આવી કચેરીઓનું સ્થળાંતર કરવાની તૈયારી કલેક્ટર પ્રભવ જોશીએ દર્શાવી હતી.
શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઉસિંગ બોર્ડનાં આવસોને લઈ ખાસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લામાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડનાં આવાસો માટે જરૂરી પગલાં લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ જેતપુરના તાકુડીપરામાં આવેલી કોલોની માટે ત્યાંના ચીફ ઓફિસરને બોર્ડની સૂચનાઓ મુજબ પગલાં લેવા તાકીદ કરવામાં
આવી હતી.
તમામ ડેમો પરનો સ્ટાફ એલર્ટ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં કુલ 981 આવાસ જર્જરિત હોય તેના માલિકોને શિફ્ટિંગ કરવા જણાવાયું છે. છતાં જરૂર પડશે તો તંત્ર દ્વારા પણ પગલાં લેવામાં આવશે. ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી તંત્ર એલર્ટ છે અને 24 કલાકનાં કંટ્રોલરૂમ દ્વારા વરસાદના ડેટાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ તમામ ડેમો પરનો સ્ટાફ એલર્ટ છે.
- Advertisement -
અત્યારે જે પરિસ્થિતિ છે તેમા જરૂર પડ્યે નીચાણવાળા ગામોને ખાલી કરાવવા સહિતની તૈયારીઓ કરી લેવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ઘણા પ્રોજેક્ટને લઈને પણ ચર્ચા
આ બેઠકમાં સ્માર્ટ સિટી અને અલગ અલગ પ્રોજેક્ટને લઈને પણ ચર્ચા કરવામાં આવનાર છે. જેમાં સ્માર્ટ સિટી,અટલ સરોવર,અમૃત મિશન,ગતિ શકતી પ્રોજેક્ટ, અર્બન ગ્રીન ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ, મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ગઞખક, ટીપી સ્કીમ, પ્રીમોન્સુંન કામગીરી અને પ્લાનિંગ, રાજકોટ રિંગ રોડ ડેવલોપમેન્ટ સહિતના વિભાગના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી કામગીરીનો તાગ મેળવવામાં આવશે.