કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયા આજે બપોરે રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોનાં સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. સ્વાસ્થ્ય રાજય મંત્રી ડો.ભારતી પ્રવિન પવારે જણાવ્યું હતું કે કોરોનાના વધતા સંક્રમણને જોતા કોરોનાને લઈને રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોને માર્ગદર્શન ગાઈડ લાઈન જાહેર કરાઈ છે.
ઉલ્લેખનીય છે, કે દેશમાં ચાર એપ્રિલ કોરોનાના 3038 કેસ, પાંચ એપ્રિલે 4,435 નવા કેસ બહાર આવ્યા હતા. હાલ દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 25587 થઈ છે.કોરોનાથી 13 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી પણ કોરોનાને લઈને અગાઉ બધા રાજયો સાથે સમીક્ષા બેઠક કરી ચૂકયા છે.
- Advertisement -
Covid-19 | India records 6,050 new cases in 24 hours; Active case tally stands at 28,303 pic.twitter.com/sQFsGuvOhc
— ANI (@ANI) April 7, 2023
- Advertisement -
કર્ણાટક-મહારાષ્ટ્રમાં કોરોનાથી મોત: કોરોનાથી કર્ણાટક અને મહારાષ્ટ્રમાં બે બે લોકોના મોત થયા છે કેરળ અને પંજાબમાં એક એકના મોત થયા છે આ સિવાય કેરળે કોરોનાથી જીવ ગુમાવનારા દર્દીઓનાં આંકડાની ફરીથી મેળવણી કર્યા બાદ મૃતકોની યાદીમાં 7 કેસ જોડાયા છે.