પરિણામ આધારિત ગ્રાન્ટ કાપની નીતિ સામે શાળા સંચાલક મંડળનો વિરોધ
નાપાસ વિદ્યાર્થી દીઠ ટોકન ગ્રાન્ટ કાપની નીતિ અમલમાં મૂકવા સરકારને દરખાસ્ત
રાજ્યમાં હાલમાં અમલી પરિણામ આધારી ગ્રાન્ટ નીતિના કારણે દરવર્ષે 100 ગ્રાન્ટેડ શાળાઓને તાળા વાગી રહ્યા હોવાનું સામે આવ્યું છે. પરિણામ આધારિત ગ્રાન્ટના પગલે ઘણી શાળાઓને ખર્ચાઓ કરવામાં મુશ્કેલી પડતી હોવાથી સ્કૂલ બંધ કરી રહ્યા છે. આ મુદ્દે સંચાલક મંડળ દ્વારા સરકારને પત્ર લખી પરિણામ આધારિત ગ્રાન્ટના બદલે જૂની નાપાસ વિદ્યાર્થી દીઠ ટોક્ત રકમ કાપવાની પધ્ધતિ અમલમાં લાવવા માટે ઠરાવ કરવા માગણી કરી છે. આ અંગે સમિતિની બેઠકમાં ટોકન રકમ નક્કી થઈ હોવાનું જાણવા મળે છે પરંતુ હજુ સુધી ઠરાવ બહાર પડાયો નથી.
અગાઉના નિયમ મુજબ ધો.10 અને ધો.12ના બોર્ડના પરિણામને ધ્યાને લઈને વિદ્યાર્થી દીઠ રૂ. 100ની ગ્રાન્ટ કાપ, સાળાને મળવાપાત્ર ગ્રાન્ટમાંથી કરવામાં આવતી હતી, જેથી ગામડાઓની શાળાઓને નજીવી રકમ ભરવાની થતી હતી. સરકાર દ્વારા 1999 ઠરાવથી શાળાઓના પગાર ખર્ચ, ઈતર ખર્ચ અને ફીના દરોની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઠરાવથી રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં ચાલતા વર્ગોની સંખ્યાને ધ્યાને રાખીને વર્ગદીઠ ગ્રાન્ટ આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. 2013ના ઠરાવથી શાળાઓને અનુદાન સહાયનું ધોગ્સ સુધારવા માટે જોગવાઈ બહાર પાડવામાં આવી હતી. જેમાં વર્ગદીઠ માસિક ગ્રાન્ટ રૂ. 180માંથી રૂ. 2000 કરવામાં આવી હતી, પરંતુ ઠરાવની પેટા કલમમાં બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાના નબળા પરિણામ માટે શાળાઓને નિભાવ તથા ઈતર ખર્ચની ગ્રાન્ટ કાપ અંગેના જૂના ઠરાવ રદ કરી નવી ગ્રાન્ટ કાપની નીતિ અમલમાં મૂકી હતી, જેમાં સ્કૂલના પરિતામ આધારે ગ્રાન્ટ મળવપાત્ર રહેતી હતી. વર્તમાન સમયમાં શાળા સંચાલક મહામંડળની રૂબરૂ અને લેખિત રજૂઆતોના પગલે સરકારે એક સમિતિનું ગઠન કર્યું હતું.
- Advertisement -
સમિતિએ સક્રિય વિચારણા કરીને બોર્ડના પરિણામની ટકાવારી સામે ગ્રાન્ટ કાપને બદલે 1987ના ઠરાવ મુજબ નાપાસ વિદ્યાર્થી દીઠ એક ટોકન રકમ નિયત કરવામાં આવી હતી. જોકે, આ અંગે હજુ સુધી કોઈ ઠરાવ બહાર પાડવામાં આવ્યો ન હોવાનું જાણવા મળે છે. હાલની જોગવાઈ પ્રમાણે કોઈ ગ્રામ્ય વિસ્તારની સ્કૂલને 30 ટકા કરતા ઓછું પરિણામ આવે તો ગ્રાન્ટ શૂન્ય થઈ જાય છે. જેથી આ સ્થિતિમાં સ્કૂલને ભાડું, લાઈટ બિલ, ટેલિફોન બિલ, ઈન્ટરનેટ બિલ તથા અન્ય ખર્ચાઓ ચુકવવાના કારણે શાળાઓ બંધ થઈ રહી છે.
પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિના કારણે ગ્રામ્ય વિસ્તારની સ્કૂલને ખૂબ જ નુકસાન
પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિના કારણે ગ્રામ્ય વિસ્તારની રાન ન ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં આવેલી2 સ્કૂલની વર્ગનું પરિણામ બોર્ડમાં 10 ટકા કરતા ઓછું આવે તો તેમની ગ્રાન્ટ ખૂબ થઈ જાય છે. આ સ્થિતિમાં સ્કૂલના ખર્ચાઓ લાવવા સંચાલકો માટે મુશ્કેલ બને છે, જેના પગલે દર વર્ષે સરેરાશ 100 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ રહી છે.


