ખાસ-ખબર સંવાદદાતા
મહા શિવરાત્રીના મેળા અંગે રાજ્ય સરકાર વ્હેલો નિર્ણય જાહેર કરે તેવી સાઘુ- સંતોમાંથી રજૂઆત કરાઇ છે.
આ અંગે ભવનાથ સ્થિત રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને ગિરનાર સાધુ મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે, 25મી ફેબ્રુઆરીથી મહા શિવરાત્રીના મેળાનો ધ્વજારોહણ સાથે પ્રારંભ કરાશે અને 1 માર્ચના રોજ મેળાની પુર્ણાહૂતિ કરાશે. હાલ કોરોના મહામારીની સ્થિતી હોય રાજ્ય સરકાર મેળો યોજવો કે નહિ? તે અંગે જાહેરાત કરે જેથી તૈયારીની કરવાની ખબર પડે. કારણ કે હવે બહુજ ટૂંકો સમય રહ્યો છે. ત્યારે સરકાર સત્વરે નિર્ણય જાહેર કરે તે જરૂરી છે જેથી સાધુ- સંતો પોતાના આશ્રમોમાં આયોજન કરી શકે.
આ ઉપરાંત ખાસ કરીને મહા શિવરાત્રી મેળામાં અનેક નાના મોટા ધંધાર્થીઓ પોતાનું પેટીયું રળવા માટે આવતા હોય છે. માત્ર મેળામાં જ અંદાજે 200 કરોડથી વધુનું ટર્ન ઓવર થાય છે જેનાથી ધંધાર્થીઓ આખા વર્ષની કમાણી કરી શકે છે. તેને ધ્યાને લઇને પણ સત્વરે નિર્ણય કરવો જરૂરી છે.
- Advertisement -
આ ઉપરાંત સાધુ, સંતો જ્યારે રવેડીના રૂટ પર પસાર થાય છે ત્યારે ધ્વજાને અવરોધરૂપ થતા કેબલ,સ્ટ્રીટ લાઇટો અને કેમેરાથી કયારેક શોક સર્કિટ થવાની સંભાવના રહે છે. ત્યારે આ અંગે પણ તકેદારી રાખવા રજૂઆત કરાઇ છે.