કેલિફોર્નિયા AI સુરક્ષા બિલ ‘એસબી 1047’ લાવશે
ખાસ-ખબર ન્યૂઝ કેલિફોર્નિયા, તા.31
- Advertisement -
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યએ એઆઈ પર લગામ લગાવવાની તૈયારી કરી લીધી છે. સિલિકોન વેલીના કેન્દ્ર કેલિફોર્નિયાની સ્ટેટ સિનેટે આ સંબંધે રજૂ કરેલા એઆઈ સુરક્ષા બિલ ‘એસબી 1047’ને પસાર કર્યું છે. આવતા અઠવાડિયે રાજ્યના ઉપલા ગૃહમાંથી પસાર થયા બાદ આ બિલ કાયદો બની જશે. કેલિફોર્નિયા પહેલું રાજ્ય છે જેણે એઆઈને રેગ્યુલેટ કરવા સાહસિક પગલું ભર્યું છે. આવો જાણીએ, આ બિલ શું છે? જે લાગુ થતાં શું ફેરફાર જોવા મળશે?
AI મોડલ કોઈને નુકસાન પહોંચાડે તો ડેવલપર પર કાર્યવાહી
એઆઈ સુરક્ષા બિલ શું છે?
- Advertisement -
નુકસાન પહોંચાડવા પર ડેવલપર વિરુદ્ધ શું થઈ શકે છે?
આ બિલ એ ડેવલપર્સ પર વધારે જવાબદારી મૂકશે જે એઆઈ મોડલ વિકસાવવા માટે 800 કરોડ રૂપિયાથી વધુ ખર્ચે છે. આ બિલ કંપનીઓને એઆઈ મોડલના પરીક્ષણ માટે સખત વ્યવસ્થા કરવા મજબૂર કરશે. જો કોઈ એઆઈ મોડલ કોઈને ગંભીર નુકસાન કે 4 હજાર કરોડ રૂપિયાથી વધુની હાનિ કરે છે તો ડેવલપર વિરુદ્ધ સખત કાર્યવાહી કરી શકાય છે.
મસ્ક કેમ બિલના સમર્થનમાં છે?
વિરોધમાં કેમ ઉતરી કંપનીઓ?
ગૂગલ, મેટા અને ઓપન એઆઈ જેવાં મોટાં નામોએ બિલને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમનો તર્ક છે કે બિલના સખત નિયમ એઆઈના વિકાસને અવરોધી શકે છે. જેથી કેલિફોર્નિયાને પ્રતિસ્પર્ધી નુકસાન થઈ શકે છે. એઆઈ કંપની એક્સએઆઈના માલિક એલન મસ્કે કહ્યું કે આ બિલ કેટલાક લોકો માટે સમસ્યારૂપ હોઈ શકે છે.