ભારતના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. જેના માટે દેશભરમાં કેટલાય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના હેઠળ હર ઘર તિરંગાનો કાર્યક્રમ શરૂ કર્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને હર ઘર તિરંગા ફરકાવવા અને સોશ્યલ મીડિયા પેજ, એકાઉન્ટ પર તિરંગાનો ડીપી રાખવાની અપીલ કરી છે.
જયારે ગૂગલ આ અવસર પર સંસ્કૃતિ મંત્રાલયના સહયોગની સાથે ઇન્ડીયાની ઉડાન નામથી ડિજિટલ સંગ્રહ લોન્ચ કર્યો છે. જેમાં છેલ્લા 75 વર્ષમાં ભારતનો અતૂટ અને અમર ભાવનાને દર્શાવી છે. કેન્દ્રિય સંસ્કૃતિ તેમજ પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડી, સંસ્કૃતિ મંત્રાલય તેમજ ગૂગલના મોટા અધિકારીઓની હાજરીમાં ઇન્ડીયાની ઉડાન ડિજીટલ સંગ્રહ લોન્ચ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
ડૂડલ ફોર ગૂગલ
ઇન્ડિયાની ઉડાન ડિજીટલ સંગ્રહ લોન્ચ દરમ્યાન ગુગલએ ડૂડલ ફોર ગૂગલ સ્પર્ધાનું આયોજન કર્યુ છે, જે છેલ્લા 25 વર્ષોની ભારતની યાત્રા પર આધારીત હશે. આ સ્પર્ધાના વિજેતાને 14 નવેમ્બરના ભારતમાં ગૂગલ હોમપેજ પર પોતાનું આર્ટવર્ક જોઇ શકશે. આ સ્પર્ધા 1 થી 10 ધોરણના વિદ્યાર્થીઓ માટે છે. આ સ્પર્ધાના વિજેતાઓ માટે ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે.
https://twitter.com/kishanreddybjp/status/1555610428755296256
હર ઘર તિરંગા માટે ગૂગલનું ડૂડલ
કેન્દ્રિય સંસ્કૃતિ તેમજ પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ ગૂગલ ટીમને હર ઘર તિરંગા માટે એક વિશેષ ડૂડલ બનાવવા માટે અનુરોધ કર્યો છે. જેની સાથે તેમણે વધુમાં જણાવ્યું કે, અમે ગૂગલની ટીમને સરકારની પરિવર્તનકારી યાત્રામાં ભાગીદાર બનાવવા અને ભારતના પર્યટન સ્થળોમાં વધારો કરવાનો આગ્રહ કરે છે.
- Advertisement -
નવા સ્વતંત્ર ભારતની ક્ષણોને ફરી કરશે જીવંત
ઇન્ડીયાની ઉડાન ડિજીટલ સંગ્રહમાં સ્વતંત્રતાથી લઇને અત્યાર સુધીની યાત્રા જોવા મળશે. જેમાં સ્વતંત્રતાની શરૂઆત, ભારતની પહેલી ચુંટણી, મહાત્મા ગાંધી, ભારતના સંવિર્ધાનનું નિર્માણ, રમત, સંગીત, ઇસરો, સાહિત્ય, ફિલ્મ સહિતના ભારતની વિકાસ યાત્રાને પણ દેખાડવામાં આવશે. ગૂગલએ ઇન્ડીયાની ઉડાનના માધ્યમથી કહ્યું કે, આવો, આપણે બધા નવા સ્વતંત્ર ભારતની ક્ષણોને ફરીથી જીવંત કરીએ.