અગ્રણી ઇન્ટરનેટ સર્ચ એન્જિન ગુગલે ગુરૂવારે એક ખાસ એનિમેટેડ ડૂડલ બનાવીને ચંદ્રયાન-3ની સફળતાની ઉજવણી કરી હતી. ચમકતા તારા સાથેના અવકાશના બેકગ્રાઉન્ડમાં ચંદ્ર અને ચંદ્રયાન બનાવવામાં આવ્યું હતું. તેમાં ગુગલનો સ્પેલિંગ લખવામાં આવ્યો હતો.
સ્પેલીંગના બીજા ‘ઓ’માં એનિમેટેડ ‘ચંદ્ર’ બનાવાવમાં આવ્યો છે. તેમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ કરતું અવકાશયાન પણ દર્શાવાયું છે. ગુગલ ડૂડલ પરની નોટમાં લખવામાં આવ્યું છે કે આજનું ડૂડલ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પ્રથમવાર ઉતરાણની ઉજવણી કરે છે.
- Advertisement -