ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવના જણાવ્યા અનુસાર, હવે ચેનલ ઓનર્સ પણ કમાણી કરી શકશે. કંપનીએ આગામી મહિનામાં એડ પ્લેટફોર્મનું અનાવરણ કરવાની યોજના જાહેર કરી છે. તમને આ સુવિધાથી કેવી રીતે ફાયદો થશે અને તમે તેનાથી કેવી રીતે કમાણી કરી શકશો તેની સંપૂર્ણ વિગતો આજે અમે તમને જણાવીશું.
યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામની જેમ હવે તમે Telegramથી પણ મોટી રકમ છાપી શકશો. તમને ટૂંક સમયમાં પ્લેટફોર્મ પર પૈસા કમાવવાની તક મળવાની છે. કંપનીએ ટેલિગ્રામ ચેનલના ઓનર્સ માટે એક એડ પ્લેટફોર્મ લોન્ચ કરવા જઈ રહી છે. ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવના જણાવ્યા અનુસાર, હવે ચેનલ ઓનર્સ પણ કમાણી કરી શકશે. કંપનીએ આગામી મહિનામાં એડ પ્લેટફોર્મનું અનાવરણ કરવાની યોજના જાહેર કરી છે. તમને આ સુવિધાથી કેવી રીતે ફાયદો થશે અને તમે તેનાથી કેવી રીતે કમાણી કરી શકશો તેની સંપૂર્ણ વિગતો આજે અમે તમને જણાવીશું.
- Advertisement -
એડ પ્લેટફોર્મ દ્વારા ચેનલ ઓનર્સને ફાયનાન્સિયલ રિવોર્ડ્સ મેળશે. એડ પ્લેટફોર્મ TON બ્લોકચેન પર કામ કરશે, જેમાં ટોનકોઈન (ક્રિપ્ટો કરન્સી)માં ભેટ સ્વરૂપે આપવામાં આવશે.
ચેનલ ઓનર્સ કમાણી કરી શકશે
જે લોકો ટેલિગ્રામ પર ચેનલો ધરાવે છે તેઓને તેમની ચેનલો પર દેખાતી જાહેરાતોમાંથી 50 ટકા આવક મળવાનું શરૂ થશે. ટેલિગ્રામ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે, તેની ચેનલો જોનારા દર્શકો લાખોની સંખ્યામાં છે.
- Advertisement -
ચેનલો મોનેટાઈઝ કરાશે
ટેલિગ્રામ એડ પ્લેટફોર્મ દ્વારા 100 દેશોના ચેનલ ઓનર્સના કન્ટેન્ટનું મોનેટાઈઝેશન કરી શકાશે. હાલમાં કંપનીએ હજુ સુધી જાહેર કર્યું નથી કે ઓનર્સને આવક કેવી રીતે આપવામાં આવશે. તમામ ચેનલ ઓનર્સને આનો લાભ મળે તેની ખાતરી કરવા માટે કંપની TON બ્લોકચેનની મદદ લેવા જઈ રહી છે. આ આયોજનનું કારણ સ્વતંત્ર ઇકોસિસ્ટમ બનાવવાનું છે. આમાં, કેનટેન્ટ નિર્માતાઓ પોતાને માટે નક્કી કરી શકશે કે શું તેઓ તેમના ટોનકોઇનને રોકડ કરવા માંગે છે અથવા તેનો ડાયરેક્ટ ચેનલ પ્રમોશન માટે ઉપયોગ કરવા માંગે છે.
ટેલિગ્રામના સમગ્ર વિશ્વમાં યુઝર્સ છે
રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં 800 મિલિયન (80 કરોડ) થી વધુ લોકો દર મહિને ટેલિગ્રામનો ઉપયોગ કરી રહ્યા છે. નવા ફીચરના આગમનથી તે લોકોને ફાયદો થશે જેઓ તેમની ચેનલ્સનું મોનેટાઈઝ કરવાનું વિચારી રહ્યા છે. એડ પ્લેટફોર્મ ચેનલ ઓનર્સ માટે કમાણીની એક શ્રેષ્ઠ તક સાબિત થઈ શકે છે.