યુએસની બાઈડન સરકારે જાહેરાત કરી છે કે, વિદેશી વિદ્યાર્થીઓ હવે તેમની શૈક્ષણિક અવધિની શરૂઆતના એક વર્ષ પહેલા વિઝા માટે અરજી કરી શકે છે
અમેરિકામાં અભ્યાસ કરવા જતા વિદેશી વિદ્યાર્થીઓને સારા સમાચાર સામે આવ્યા છે. યુએસની બાઈડન સરકારે જાહેરાત કરી છે કે, વિદેશી વિદ્યાર્થીઓ હવે તેમની શૈક્ષણિક અવધિની શરૂઆતના એક વર્ષ પહેલા વિઝા માટે અરજી કરી શકે છે. જોકે સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, વિદેશી વિદ્યાર્થીઓને તેમના કાર્યક્રમની શરૂઆતના 30 દિવસ પહેલા સ્ટુડન્ટ વિઝા પર દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
- Advertisement -
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સામાન્ય રીતે યુએસ વિઝાની બે શ્રેણી આપવામાં આવે છે. આમાં F અને M નો સમાવેશ થાય છે. સ્ટુડન્ટ (F અને M) વિઝા કોર્સની શરૂઆતની તારીખના 365 દિવસ પહેલા જારી કરી શકાય છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું, તમને તમારા સ્ટુડન્ટ વિઝા પર શરુઆતની તારીખના 30 દિવસ પહેલા યુ.એસ.માં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વિદ્યાર્થી તેમના અભ્યાસક્રમની શરૂઆતના 30 દિવસ પહેલાં માન્ય વિઝિટર (B) વિઝા પર યુએસમાં પ્રવેશી શકે છે. વિદ્યાર્થી વિઝા યુએસ એમ્બેસી અને કોન્સ્યુલેટ દ્વારા તેમની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જારી કરાયેલ I-20 ફોર્મના આધારે જારી કરવામાં આવે છે.
ભારતીય વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યુઝ
વિદેશ વિભાગ આદેશ આપે છે કે, તમામ વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર સિસ્ટમ (SEVIS) સાથે નોંધણી કરાવવી આવશ્યક છે. જીવનસાથીઓ અને સગીર બાળકોને વિદ્યાર્થીની શૈક્ષણિક સંસ્થામાંથી વ્યક્તિગત ફોર્મ I-20 મેળવવાની જરૂર પડશે જો તેઓ વિદ્યાર્થી સાથે યુએસમાં સ્થળાંતર કરવા માંગતા હોય.
વિભાગના જણાવ્યા અનુસાર F વિઝા સાથે યુએસમાં વિદેશી વિદ્યાર્થીઓએ કોઈપણ અધિકૃત વ્યવહારિક તાલીમ સહિત, ફોર્મ I-20 પર સૂચિબદ્ધ પ્રોગ્રામની અંતિમ તારીખના 60 દિવસની અંદર યુએસ છોડવું આવશ્યક છે. નવી જાહેરાતનો અર્થ એ છે કે,યુનિવર્સિટીઓ હવે ટર્મ ટાઈમના 12-14 મહિના પહેલા I-20 ફોર્મ સ્વીકારી અને જાહેર કરી શકશે.
- Advertisement -
આ નિર્ણયથી ભારતીયોને મોટો ફાયદો
અમેરિકાના આ નિર્ણયથી ભારતીયોને મોટો ફાયદો થવાનો છે. અહીં બે લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ ઉપરાંત દર વર્ષે અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ લાખોમાં છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને ભારતીયોને યુએસ વિઝા નિયમનો લાભ મળવા જઈ રહ્યો છે.
વિઝાનો સમય ઘટાડવા પર ભાર
અગાઉ, વિઝા ઇન્ટરવ્યુ ફક્ત 120 દિવસ સુધી શેડ્યૂલ કરી શકાતા હતા, જ્યારે આ I-20 ફોર્મ માટે ટર્મની શરૂઆતના 4-6 મહિના પહેલા થતું હતું. વિઝા સર્વિસના ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી જુલી સ્ટફ્ટે જણાવ્યું હતું કે, ભારતમાં લાંબા સમયથી વિઝાની રાહ જોવાના સમયને સમાપ્ત કરવા માટે યુએસ તેના પ્રયાસો કરી રહ્યું છે. તેમના નિવેદન બાદ આ અપડેટ સામે આવ્યું છે.