ગોંડલના ભગવતપરા ખાતે રહેતા રફિકભાઈ થારિયાણી નું ઘોઘાવદર પાસે કાર પલટી મારી જતા અકસ્માતમાં મોત થયું હતું. રફિકભાઈ બહોળો મિત્ર વર્ગ ધરાવતા હોય તેમની અંતિમ વિધિમાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. જનાજાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વિડીયો વાઇરલ થતા પોલીસ ગુન્હો નોંધ્યો. પોલીસે મૃતકના ભાઇ સાજીદ અલી થારીયાણી વિરુદ્ધ જાહેરનામા ભાંગનો ગુન્હો નોંધ્યો. જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



