લાભાર્થીઓને રૂપિયા ૧૯.૨૪ કરોડના ચેક વિતરણ કરાશે, વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરાશે.
રાજકોટ – ‘શહેરી જન સુખાકારી દિન’ની ઉજવણીના ભાગ રૂપે તા. ૮ ઓગસ્ટના રાજકોટ જિલ્લાની નગરપાલિકાઓમાં વિવિધ કાર્યક્રમોમાં આયોજન કરાયું છે. જેમાં ગોંડલ નગરપાલિકા ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાશે.
આ કાર્યક્રમોમાં ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ, ગાંધીનગર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂપિયા ૧૯.૨૪ કરોડના ચેક વિતરણ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કરાશે. આ ઉપરાંત જેતપુર – નવાગઢમાં રૂપિયા ૨.૭૫ કરોડના ખર્ચે બનેલ ‘‘અર્બન નાઇટ શેલ્ટર ફોર હોમલેસ’’નું તેમજ જસદણમાં રૂપિયા ૧૬.૫ કરોડના ખર્ચે બનનારી ભૂગર્ભ ગટર યોજનાના કામનું ઇ લોકાર્પણ કરાશે. તેમજ ધોરાજીમાં રૂપિયા ૨૨.૮ કરોડના ખર્ચે બનનારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઇ ખાતમુર્હુત કરાશે. તેમ પ્રાદેશિક નગરપાલિકા કમિશનર વરૂનકુમાર બરનવાલની યાદીમાં જણાવાયુ છે.


