રાજકોટ, જેતપુર, મોરબી, જુનાગઢમાં 65 ચોરીને આપી ચૂક્યો છે અંજામ
ખાસ-ખબર સંવાદદાતા
શહેરની ભાગોળે કણકોટ-મવડી મેઇન રોડ પર સપ્તાહ પૂર્વે શ્યામ પાર્ટી પ્લોટના પાર્કિંગમાં પાર્ક કરેલી કારના કાચ તોડી અંદરથી રૂ.1.16 લાખની રોકડ તેમજ ઘરેણાં ભરેલા પર્સની ચોરી થયાના બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે દોઢસો ફૂટ રિંગ રોડ પાટીદાર ચોક, મોટામવા વિસ્તારમાંથી એક શખ્સ શંકાસ્પદ સોનાના ઘરેણાં સાથે બાઇક પર નીકળવાનો હોવાની ચોક્કસ માહિતી આધારે વોચ ગોઠવી મૂળ સાયલાના નોલી ગામનો અને હાલ ગોંડલમાં રહેતા ધરમ જસવંતભાઈ ધાંધિયાની ધરપકડ કરી હતી.
આરોપી પાસે રહેલ થેલાની તલાશી લેતા અંદરથી સોનાના ઘરેણાં, રોકડ મળી આવ્યા હતા. ઘરેણાં અંગે પૂછપરછ કરતા તે ગલ્લાં તલ્લાં કરવા લાગ્યો હતો. પોલીસે આગવીઢબે પૂછપરછ કરતા તેણે મવડી મેઇન રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટના પાર્કિંગમાં કારનો કાચ તોડી ચોરી તેમાંથી ચોરી કરી હતી તેના ઘરેણાં હોવાની કબૂલાત આપી હતી.
ધરમ પાસેથી પોલીસે બાઇક, રોકડા, ઘરેણાં મળી કુલ રૂ.1.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે ધરમની આકરી પૂછપરછ બાદ ખુદ પોલીસ ચોંકી ગઇ હતી. વિશેષ પૂછપરછમાં ધરમે છેલ્લા બે વર્ષમાં રાજકોટ તેમજ જેતપુરમાં 65 સ્થળે કારના કાચ તોડી નાની-મોટી ચોરી કર્યાની કબૂલાત આપી છે.
જોકે ફરિયાદ નોંધાઇ નથી. જ્યારે તાલુકા પોલીસ અને પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં બે, ગાંધીગ્રામ પોલીસ, એ ડિવિઝન, યુનિવર્સિટી પોલીસ મથકમાં 2022, 2023 અને 2024માં નોંધાયેલી સાત ફરિયાદનો ભેદ ઉકેલાયો છે. અગાઉ રાજકોટ, મોરબી, જુનાગઢમાં પાંચ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો ધરમ ગોંડલથી તેની કાર અથવા બાઇક લઇને રાજકોટ ચોરી કરવા આવતો હોવાની કબૂલાત આપી છે પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે અઠંગ ચોર ધરમ ધાંધિયાની પૂછપરછમાં તેને ચોંકાવનારી કબૂલાત આપી હતી કે તે પરિવાર સાથે ગોંડલ રહે છે. અઢી વર્ષ પૂર્વે તેના લગ્ન થયા છે. લગ્ન પૂર્વે જ ચોરી કરતો હોય તેના લગ્નમાં દશેક લાખનો ખર્ચ
કર્યો હતો.