રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા ના.પો.અધિ. ગોંડલ પી.એ.ઝાલા ની સચુના અન્વયે PI એસ.એમ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ના સવેલન્સ સ્ટાફ પેટ્રોલીંગ મા હોય તે દરમ્યાન પો.હેડ.કોન્સ. જયદીપસિંહ ચૌહાણ, અરવીંદભાઇ વાળા, યુવરાજસિંહ ગોહીલ તથા દીવ્યરાજ સિંહ જાડેજા
ને ખાનગી રાહે હકીકત મળેલ કે ભગવતપરા મા એક શખ્સ મકસરુભાઇ ઉર્ફે સમીર સલેમાનભાઇ જીંદાણી ઉ.વ.૩૩ ગોંડલ ભગવતપરા શેરી ન.૦૯ વાળા ને કુલ ૧૨ મોબાઇલ ફોન અલગ અલગ કંપનીના મળી કુલ મુદ્દામાલ ૨૧૦૦૦/- નો કબજે કરી સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મજુબ કબ્જે કરેલ છે અને જેની આગળની તપાસ ગોડલ સીટી પોલીસ ચલાવી રહી છે.