ગોંડલ રાજકોટ જેતપુર નેશનલ હાઈવે ઉપર એકાંતર અકસ્માતોની ઘટના વધી રહી હોય તાલુકા પોલીસે હાઇવે પર રોંગ સાઇડમાં દોડતા વાહનો વિરુદ્ધ આક્રમક બની કાયદાનો દંડો ઉગામતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નજીક નેશનલ હાઇવે પર અકસ્માતમાં ધરણોદર માનવ જિંદગી હોમાઇ રહી હોય ખાસ કરીને અકસ્માત રોંગ સાઈડમાંથી દોડતા વાહનોના કારણે થતા હોય ભરૂડી ચોકડી પાસે તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ દીપેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓએ પેટ્રોલિંગ ગોઠવી રોંગ સાઈડમાં પૂરપાટ દોડી આવતા GJ03SS0645 ટ્રેક્ટરના ચાલુ કરાવી જેન્તીભાઈ સરવૈયા રહે ગામ ખોખરી તાલુકો કોટડા સાંગાણી, ટ્રક GJ03AT4457 ના ચાલક મહેશ મેપાભાઈ ખાંડેકા રહે કાલાવડ વાળાઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ 279 તથા એમ.વી એકટ કલમ 184 177 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલ નજીક નેશનલ હાઇવે પર અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોય માર્કેટિંગ યાર્ડ ચોકડી, જામવાળી ચોકડી, ચોરડી ગામના વળાંક અને ઉમવાડા ચોકડી સહિતના વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.