પોલીસે પાંચ દિવસ પહેલા જ ચાર્જશીટ કરી હતી
જ્યારે 5 વર્ષીય બાળકી સાથે અડપલા પણ કર્યા હતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગોંડલ તાલુકાના નાના એવા સડક પીપળિયા ગામમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા થઈ છે. સડક પીપળિયા ગામની સીમમાં આવેલા કારખાનામાં 52 દિવસ પૂર્વે 65 વર્ષના પ્રૌઢે 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને 5 વર્ષની બાળકીને અડપલાં કર્યા હતા, સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચારી બનેલી આ ઘટનામાં પોલીસે પાંચ જ દિવસમાં ચાર્જશીટ કરી હતી, અદાલતે આરોપી પ્રૌઢને કસૂરવાર ઠેરવી 20 વર્ષની સજા ફટકારી છે.
પોક્સો અદાલત ગોંડલ ખાતે માત્ર 45 દિવસના ટૂંકા ગાળામાં ચાલી જતાં આરોપી સાલીકરામ મોરિયાને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી હતી.