ડુંગળીના 1 લાખ કટાની આવક અને લસણના 60 હજાર કટાની આવક
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગત રાત્રીના ડુંગળી અને લસણની આવક શરૂ કરવામાં આવી હતી. જેમાં યાર્ડની બન્ને બાજુ 3 કિલોમીટર સુધી ડુંગળી અને લસણ ભરેલા વાહનોની લાઈનો હતી. જેમાં યાર્ડમાં ડુંગળીની એક લાખ કટા અને લસણ 60 હજાર કટાની આવક જોવા મળી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ જણસીઓની પુષ્કળ આવક થતી હોય છે. સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને અહીં આવતા હોય છે. ડુંગળીની સૌથી વધુ 1 લાખ કટ્ટાની આવક થવા પામી હતી. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 300/-થી 900/- રૂપિયા, લસણના 20 કિલોના ભાવ રૂપિયા 2000/- થી 3700/- રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. વરસાદી વાતાવરણને લઈને ડુંગળી અને લસણની આવક બંધ
કરવામાં આવી છે.