ગોંડલ

કોરોના વૈસ્વિક મહામારીમાં મોંઘીબા માધ્યમિક કન્યા શાળા ગોંડલના શિક્ષક દિનેશકુમાર સાગરનું કોરોનાને કારણે અકાળે અવસાન થતા તેમના પરિવારને સહાય રૂપે ગોંડલ તાલુકા શિક્ષક ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી તરફથી સભાસદ મરણૉતર સહાય ફંડ ની રકમ રૂ..567300 ની રકમ મંડળીની મીટીંગમા વિષેશ ફંડ મંજૂર કરવામાં આવતા તે રકમનો ચેક ગોંડલ શિક્ષક સરાફી મંડળીના કારોબારી સદસ્ય અશોકભાઈ શેખડા, જેન્તીભાઈ મારકણા, ભગવાનજીભાઈ ભાગીયા, પરસોત્તમભાઈ કથીરિયા તથા મંત્રી પરેશ સોરાઠીયાના હસ્તે સાગર સાહેબના ધર્મપત્ની પ્રતિભાબેન દિનેશકુમાર સાગરને આપવામાં આવ્યો હતો અને સાથે સાંત્વના આપી હતી.