ગોંડલ
ગોંડલમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે કેટલાક ઉમેદવારોની દશા નાના બાળકો ની રમત “ચલક ચલાણું કિયે ઘરે ભાણું” જેવી થવા પામી છે. ભાજપ નહિ તો કોંગ્રેસ અને કોંગ્રેસ નહિ તો આપ અને છેલ્લે અપક્ષ માં દાવેદારી નોંધાવી રહ્યા છે.
- Advertisement -
ગત નગરપાલીકાની ચૂંટણીમાં રાષ્ટ્રીય વિકાસ ઝુંબેશ પાર્ટીના બેનર હેઠળ ચૂંટાઈ ને આવેલ ફઝલભાઈ માંડવીયાએ જીત મેળવ્યા બાદ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો અને ગત સપ્તાહે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો પરંતુ ભાજપમાંથી ટિકીટ ન મળતા હાલ તેઓ દ્વારા ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરી કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવવામાં આવી છે, કોંગ્રેસના અફઝલ પરિયટ નામ ના ઉમેદવાર દ્વારા ભાજપની સેન્સ આપવામાં આવી હતી પરંતુ ટિકિટ ન મળતા આખરે કોંગ્રેસનો હાથ થામી દાવેદારી નોંધાવી હતી, ક્રિષ્નાબેન રાજેશભાઈ તન્ના ને ભાજપે રિપીટ ન કરતા કોંગ્રેસનું દામન પકડી દાવેદારી કરી છે ચૂંટણી લડવા માટે ઉત્સુક બનેલા ઉમેદવારોની હાલ નાના બાળકોની રમત
“ચલક ચલાણું કિયે ઘરે ભાણું” જેવી થતા ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.


