ગોંડલ તાલુકાના પાટખીલોરી ગામ જે ગામ ની વસ્તી આશરે 1800 જેટલી છે તે ગામ માથી સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના ઉત્સાહી યુવાનો અશોકભાઈ ચાવડા ગોર, ભાવેશભાઈ ગેવરીયા, પરેશભાઈ ગેડીયા,વગેરે યુવાનો દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર મંદિર નિર્માણ અભિયાન અંતર્ગત ઘર-ઘર સુધી જઈ લોક સંપર્ક કર્યો હતો.જેમાં ગામ માંથી બહોળો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગામ વતી 42911/- અનુ દાન પેટે ગોંડલ તાલુકા 10 ગામ સમિતિ ના પ્રમુખ પરેશભાઈ શેરા અને ઉમંગભાઈ ધંધુકિયા તથા સમિતિના સભ્યો ભરતભાઈ ખાતરા, શૈલેષભાઈ દુધાત, ચંદુભાઈ ગોજારીયા, અને ભાવેશ ભાઈ પાનસુરીયા ને આપી નિધિ સમર્પણ કરી હતી.


