EWS-1 અને EWS-2 પ્રકારના આવાસ માટે ઇંઉઋઈ બેન્કમાંથી ફોર્મ મળશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા)એ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વન બીએચકે અને ટુ બીએચકે ખાલી આવાસો ફાળવવા માટે તા. 20 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર સુધી ફોર્મ વિતરણ થશે અને પરત 18/10/2023 સુધીમાં ફોર્મમાં ડિપોઝીટની રકમ 5 હજાર સાથે જમાં કરવાનું રહેશે. આ ફોર્મ એચડીએફસી બેંકની 5 બ્રાન્ચમાંથી ફોર્મ વિતરણ થશે. ફોર્મ જેમાં યાજ્ઞિક રોડ બ્રાન્ચ, કાલાવાડ રોડ બ્રાન્ચ, મવડી રોડ બ્રાન્ચ, રણછોડનગર બ્રાન્ચ, સિનર્જી સર્કલ બ્રાન્ચમાંથી મળશે
આવાસની સુવિધામાં ઊઠજ 1 પ્રકારમાં એક રૂમ, એક હોલ, રસોડું, સંડાસ,બાથરૂમ છે, જેનો કાર્પેટ એરિયા(અંદાજીત) 30.00(ચો.મી.)છે. જ્યારે ઊઠજ-2 બે રૂમ, એક હોલ, રસોડું, સંડાસ, બાથરૂમ છે., જેનો કાર્પેટ એરિયા (અંદાજીત) 40.00 (ચો.મી.)છે. ઊઠજ1 પ્રકારનાં આવાસ ની કિંમત રૂ.3.00 લાખ (ત્રણ લાખ) જયારે ઊઠજ-2 પ્રકારનાં આવાસ ની કિમત રૂ.5.50લાખ (પાચ લાખ પચાસ હજાર) છે. મુદત વિત્યા બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. આવેલ અરજીઓ પૈકી ફોર્મ ચકાસણી બાદ માન્ય રહેલ ફોર્મ માટે આવાસની ફાળવણીનો ‘ઈ-ડ્રો’ કરવામાંઆવશે.