સોનું ખરીદવા માગતા લોકો માટે સારા સમાચાર છે. 5 નવેમ્બરે સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો
જે લોકો સોનાના ભાવ ઘટાડાની રાહ જોઈ રહ્યાં છે તેમને માટે સારા સમાચાર છે. બુધવાર 5 નવેમ્બરના દિવસે સોનાના ભાવમાં પહેલી વાર 980 રુપિયાનો ઘટાડો આવતાં બજારમાં રોનક પાછી આવી હતી. 1000 રુપિયાની આસપાસનો ઘટાડો પહેલી વાર આવ્યો છે. ઝાટકે 1000 રુપિયાનો ઘટાડો આવી જતાં ગ્રાહકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ મોટા શહેરોમાં લોકોએ મન મૂકીને સોનાની ખરીદી કરી હતી અને તેમાંય પાછું આજે તો દેવ દિવાળી છે એટલે લાગે છે કે દેવો સોના પર રિઝ્યાં છે.
- Advertisement -
આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,21,480 રહ્યો છે. 22 કેરેટ સોનાનો ભાવ 1,11,350 તે જ સમયે, 18 કેરેટ સોનાનો ભાવ 730 રૂપિયાના ઘટાડા સાથે 91,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચાંદીના ભાવમાં પણ ઘટાડો
સોનાની સાથે, ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીનો ભાવ 500 રૂપિયાના ઘટાડા સાથે 1,50,500 રૂપિયા પ્રતિ કિલો છે.
- Advertisement -
સોના અને ચાંદીના વાયદાના ભાવ કેટલા?
સ્થાનિક સોનાના વાયદાના ભાવની વાત કરીએ તો, મંગળવારે MCX પર સોનાના ભાવ થોડા ઘટીને ₹1,19,749 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા હતા. ચાંદીના વાયદા થોડા વધીને ₹1,45,540 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા હતા. ગુરુ નાનક જયંતીના કારણે, બુધવારે સવારના સત્રમાં MCX એક્સચેન્જ પર ટ્રેડિંગ બંધ રહેશે. જોકે, સાંજના સત્રમાં ટ્રેડિંગ ફરી શરૂ થશે.
1 લાખની અંદર આવી જશે
નિષ્ણાંતોએ એવી આગાહી કરી છે કે આગામી સમયમાં સોનું 1 લાખની અંદર આવી જશે. નવા વર્ષે રાહત મળી જશે.




