ભારતની એક મિસાઇલ 9 માર્ચે ભૂલથી પાકિસ્તાનમાં જઇ પડી હતી. તેનો જવાબ આપવા જતા પાકિસ્તાનનું સૂરસૂરિયૂં થઇ ગયું હોવાના અહેવાલ છે.
પાકિસ્તાની મીડિયાએ જ ખુલાસો કર્યો છે કે ભારતની મિસાઇલનો જવાબ આપવા પાકિસ્તાને મિસાઇલ ટેસ્ટિંગ કરવાની તૈયારી કરી હતી. પરંતુ તેમાં તેને નિષ્ફળતા સાંપડી છે.
રિપોર્ટ મુજબ પાકિસ્તાનના સિંધ પ્રાંતના જામશોરો ખાતે આકાશમાં સ્થાનિક લોકોએ ગઇકાલે બપોરે આશરે 12 વાગે એક અજાણી વસ્તુ જોઇ. તે એક મિસાઇલ હતી. જેને પાકિસ્તાન દ્વારા સિંધમાં તેના પરિક્ષણ રેન્જમાંથી છોડવામાં આવી હતી. સવારે 11 વાગે પરિક્ષણ થવાનું હતું. પરંતુ ટ્રાન્સપોર્ટર ઇરેક્ટર લોન્ચરમાં ખામી સર્જાતા પરિક્ષણ એક કલાક માટે સ્થગિત કરાયું હતું. અંતે 12 વાગે મિસાઇલ છોડવામાં આવી હતી. પરંતુ થોડી સેક્ન્ડો પછી મિસાઇલ દિશાથી ભટકતી દેખાઇ હતી. એટલે ટેસ્ટિંગ ફેલ થઇ ગયું હતું. પાકિસ્તાનની કેટલીક ચેનલોએ આ ઘટનાને કવર કરી હતી. પરંતુ ટેસ્ટિંગ નિષ્ફળ જતાં પાકિસ્તાનના તમામ અધિકારીઓ આ અંગે મૌન થઇ ગયા છે. પરંતું સ્થાનિક સરકારે મિસાઇલ પરિક્ષણના દાવાને નકારી કાઢતા જણાવ્યું કે આ માત્ર નિયમિત મોર્ટાર ટ્રેસર રાઉન્ડ હતું જે નજીકની સીમાથી નીકળ્યું હતું.
- Advertisement -
નોંધનીય છે કે સ્થાનિક તંત્ર ભલે આને મોર્ટાર ટ્રેસરનું નામ આપી રહ્યું હોય, પરંતુ વાસ્તિવક્તા એ છે કે 5 કિમીથી વધુની મર્યાદા વાળા માર્ટારમાં ટ્રેસર પરિક્ષણ આટલી ઊંચાઇએ જતુ નથી.


