થર્ટી ફર્સ્ટના પાંચ દિવસ પહેલા સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા
રાજકોટમાં દારૂબંધીની અમલવારીમાં પોલીસ નિષ્ફળ, 2ની અટકાયત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ફરી એક વખત રાજકોટ પોલીસ ઉંઘતી ઝડપાઈ છે. સ્ટેટ મોનિટરીંગ સેલે ફરી એક વખત દારૂના અડ્ડા પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ પોલીસ દ્વારા કડક અમલવારીના દાવા પોકળ સાબિત થયા છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજકોટ નજીક નવાગામ ખાતે દરોડો પાડી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. આ ગોડાઉન કુવાડવા પોલીસ સ્ટેશન નજીક આવેલું છે કુલ 150 પેટી દારૂ જેની કિંમત 6.94 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે. જેમાં 2 શખ્સોની અટકાયત કરી છે.
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટ પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજકોટ જિલ્લાના નવાગામ ખાતે દરોડો પાડી વિદેશી દારૂની 150 પેટી કબ્જે કરી બે શખ્સોની અટકાયત કરી છે. રાજકોટની ભાગોળે નવાગામમાંથી દારૂનું આખે આખુ ગોડાઉન પકડાતા ખળભળાટ સર્જાયો છે. આ સાથે ગોડાઉનમાં કેમિકલ જથ્થો પણ મળી આવતા હાલ ઋજકની મદદ લઇ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
સ્ટેટ મોનીટરીંગ સેલના ઙઈં ખાંટના જણાવ્યા મુજબ હાલ નવાગામ ખાતે ગોડાઉનમાં કેટલો દારૂનો જથ્થો છે તે અંગે ગણતરી ચાલુ છે. સાથે જ કેટલીક કેમિકલની બોટલો પણ મળી આવી છે જે શું છે તે ચકાસવા માટે ઋજકની મદદ લેવામાં આવી છે. પ્લાસ્ટિકની બોટલમાં અલગ અલગ બ્રાન્ડનો દારૂ છે ત્યારે આ દારૂ અહીંયા જ બનાવી વહેંચવામાં આવતો હોય તેવી પણ શક્યતા રહેલી છે માટે એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે.
સ્ટેટ મોનિટરીંગ છેલ્લા 3 દિવસથી વોચ રાખી રહ્યા’તા
છેલ્લા ત્રણેક દિવસથી ચોકકસ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓ નવાગામ સ્થિત દારૂના આ ગોડાઉન પર વોચ રાખી રહયા હતા અને બાતમી પાકી હોવાના સંકેત મળતાની સાથે જ આજે દરોડો પાડવામાં આવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા નવાગામના નજીક એક ગોડાઉનમાં દરોડો પાડયો હતો જેમાં આખું ગોડાઉન દારૂથી ભરાયેલું હોવાનું સામે આવ્યું છે. મોટા હડમતીયા ગામના વતની રોહિત વોરા અને હસમુખ સાકરીયા ગોડાઉન માલિક છે. તેઓએ બેટરીના પાણી માટે ગોડાઉન રાખ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.