આપણી ભક્તિનો ઈશ્વર ક્યારે સ્વીકાર કરે? ભક્તની ભક્તિ ગમે તેટલી ઉત્કટ હોય, પરંતુ એમાં જો સ્વાર્થ રહેલો હોય, ભૌતિક સુખોની માંગણીઓ રહેલી હોય તો ઈશ્વર તેનો સ્વીકાર કરતો નથી. નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે. સકામ ભક્તિ પણ કનિષ્ઠ નથી. ભક્તનાં જીવનમાં ખરેખર જો કોઈ મોટી આફત આવી પડે તો તે ઈશ્વરને આર્જવપૂર્ણ પ્રાર્થના કરી શકે છે. ઈશ્વર તેની મદદ કરશે જ. પરંતુ ભક્તિમાં માત્ર કામનાઓ જ રહેલી હોય તો તે ભક્તિનો ઈશ્વર સ્વીકાર કરતો નથી. આ વાતને એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરી શકાય. દૂધ ગમે તેટલું સારું અને તાજું હોય પરંતુ જો કૂતરો કે ઉંદર તેમાંથી થોડું પી જાય, તો તેવું એંઠું દૂધ આપણે પીતા નથી. એ જ રીતે કામનાઓથી પ્રદૂષિત થયેલી ભક્તિનો પરમાત્મા સ્વીકાર કરતાં નથી. માટે નિષ્કામ ભક્તિ જ કરવી. પરમાત્મા આપણાં સૌના પરમ પિતા છે. એ બધું જુએ છે અને જાણે છે. આપણી વિપત્તિઓ આપણાં પોતાનાં દ્વારા સર્જિત છે. તેનું સારું કે માઠું ફળ ભોગવવું જ પડે. ઈશ્વરને જ્યારે જેટલી સહાય કરવાનું યોગ્ય લાગશે ત્યારે તેટલી સહાય કરશે જ. મીરાંબાઇ અને નરસિંહ મહેતાના ઉદાહરણો આપણી સમક્ષ હાજર છે.
ઈશ્વરને જ્યારે જેટલી સહાય કરવાનું યોગ્ય લાગશે ત્યારે એટલી સહાય કરશે જ
Follow US
Find US on Social Medias