ધારાસભ્ય ઉદય કાનગડની ઉમદા પહેલ…
સમારોહમાં 6થી વધુ શાળાઓના 785થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વિધાનસભા-68ના ધો.10 અને ધો.1રના માર્ચ-ર0ર4ના બોર્ડના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રોત્સાહન અને શુભેચ્છા અર્પવાના આશયથી તેમને સન્માનવા ધારાસભ્ય ઉદય કાનગડ અને શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વીન મોલીયા દ્વારા શહેરના આર્યનગર કોમ્યુનીટી હોલ ખાતે જ્ઞાનરત્ન અભિવાદન સમારોહ યોજાયો હતો. આ સમારોહનો મંચસ્થ અગ્રણીઓ ધ્વારા દિપ પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ સમારોહમાં ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લ્ભભાઈ દુધાત્રા, શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર,પુજાબેન પટેલ, શહેર ભાજપ મંત્રી ભગવતીબેન ધરોડીયા, પરીમલ પરડવા, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ગુજરાત રાજયના ઝોન ઉપપ્રમુખ મેહુલભાઈ પરડવા, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ બેડીપરા ઝોનના રામભાઈ ગરૈયા, નરેન્દ્રભાઈ ભાડલીયા, સુરેશભાઈ વ્યાસ, દિપકભાઈ ચોવટીયા, વિશાલભાઈ હિરાણી, અમૃતભાઈ માલી, મનસુખભાઈ કોદાળા, મહેશભાઈ ડોલર, કોર્પોરેટરશ્રીઓ કાળુભાઈ કુંગશીયા, રસીલાબેન સાકરીયા, મંજુબેન કુંગશીયા, પરેશ પીપળીયા(પી.પી.), શિક્ષ્ાણ સમિતિના વીરમભાઈ સબાડ તેમજ મનસુખભાઈ પીપળીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.આ તકે સ્વનિર્ભર શાળા સંચાલકની 36થી વધુ શાળાના 789 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ કે જીવનની સફરમાં સાચી દિશા મળે તો જ નિશ્ર્ચિત મંજિલ સુધી પહોંચી શકાય છે. સમાજને સંપૂર્ણપણે સુખમય અને સમૃધ્ધ બનાવવા માટે શિક્ષ્ાણ એક અતિ મહત્વનું પરિબળ છે. યોગ્ય શિક્ષ્ાણ અને જ્ઞાનસંચય થકી રચાયેલ સુંદર ભાવિ વિદ્યાર્થીની સાથે રાજય તથા રાષ્ટ્રની પ્રગતિમાં પણ વધારો કરે છે.ત્યારે ધો.10 અને ધો.1ર વિદ્યાર્થીઓની કારકીર્દી માટે માઈલસ્ટોન સમુ વર્ષ છે અને જીવનનો ખૂબ જ મહત્વનો વળાંક છે. આ સમયમાં કારકિર્દીની દિશા નકકી કરવી અતિ આવશ્યક છે. ત્યારે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજય સરકાર પણ ભાવિ પેઢીને શિક્ષ્ાણથી સુસજજ કરવા અવિરત પ્રયાસો કરી શ્રેષ્ઠ ભુમિકા ભજવી રહી છે.ત્યારે આજનો યુવાન માત્ર શાળા, કોલેજ જ નહી પરંતુ દેશ અને રાજયનું ગૌરવ વધારે તેવી કારકીર્દી પસંદ કરી સફળતા પ્રાપ્ત કરે તે આવશ્યક છે.ત્યારે હકારાત્મક અભિગમ માત્ર શિક્ષ્ાણ ક્ષ્ોત્ર માટે જ નહી, પરંતુ સફળ જીવન જીવવા માટેનો વિકાસપથ છે.ત્યારે ધો.10 અને ધો.1રમાં વિદ્યાર્થીઓએ કરેલો ઉત્કૃષ્ટ દેખાવ તેમના જીવનની ઈમારતનો પાયો બુલંદ બનાવે છે, અને ભવિષ્ય તરફ મીટ માંડી કારકીર્દી પસંદ કરવા માટે મહત્વપૂર્ણ ભુમિકા ભજવે છે, આ મહત્વના મુકામ પર જ વિદ્યાર્થી તેમની કારકીર્દીલક્ષ્ાી દિશા નકકી કરી મંજીલ તરફ ડગ માંડે છે.તેમ જણાવી વિદ્યાર્થીઓને સન્માનિત કરી શિલ્ડ અર્પણ કરી વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્યની શુભકામના પાઠવતા અંતમાં ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું.
આ તકે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવેલ કે વિદ્યાર્થીકાળમાં યુવાનોમાં રહેલી ઉર્જાને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન મળી રહે તો જ્ઞાન, કૌશલ્ય અને સંનિષ્ઠ પ્રયાસોના ચમત્કાર પરિણામો મેળવવા આપણું યુવાધન સક્ષ્ામ છે.બદલાતા સમયની સાથે અભ્યાસક્રમોમાં પણ વિવિધતા જોવા મળે છે. અભ્યાસક્રમોની ક્ષ્ાિતિજો વિસ્તરતી જાય છે.ત્યારે વિદ્યાર્થીઓએ પોતાના રસ અને રૂચિ અનુસાર જીવનની કેડી કંડારવી જોઈએ.આ તકે મેયર નયનાબેન પેઢડીયાએ પણ પ્રાશંગિક પ્રવચન કરેલ હતું.